
આહીર સમાજના એસ.આર.પી. જવાન સ્વ.બ્રીજેશભાઇ લાવડિયાનાં ન્યાય નહી મળે તો ૧૧ એપ્રિલ૨૦૨૩ મોરબીના વવાણીયાથી જુનાગઢ (વંથલી) સમસ્ત આહીર સમાજ દ્રારા ભવ્ય રેલીનુ આયોજન
મોરબી જીલ્લા તેમજ સમસ્ત ગુજરાત આહીર સમાજ ને વાકેફ કરવા માં આવે છે કે મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મેઘપર ગામના વતની એસ.આર.પી માં જુનાગઢ પી.ટી.સી. ટ્રેનિંગ સેન્ટર માં ફરજ બજાવતા હતા .તે દરમ્યાન જે ઘટના બની તેના થી બધા વાકેફ છીએ આહિર સમાજનાનાંઆગેવાનો જુનાગઢ જીલ્લા પોલીસવડા તથા તપાસ કરનાર અધિકારીશ્રીને બનાવ અંગે રજુઆત કરેલ ત્યારે આ બનાવમા અધિકારીઓ દ્રારા એવું કહેવા માં આવેલ કે બ્રિજેશભાઈનો પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ અમો આગળની તપાસ કરીશુ
પરંતુ પોસ્ટમોટમ રિપોર્ટ આવી ગયો હોવા છતા પોલીસ દ્રારા ધોરણસરની તપાસ કે કાર્યવાહી હાથ ધરવામા આવી નથી જેથી આવનારા દિવસો માં જુનાગઢ જીલ્લા પોલીસવડા તેમજ કલેકટરશ્રી અને મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર તથા ગૃહમંત્રીશ્રી ને ન્યાય માટે લૈખિત મોખિક રજુઆત કરવા જવાનું સમસ્ત આહિર સમાજ દ્રારા આયોજન કરવામા આવ્યુ છે અને જો હવે યોગ્ય તપાસ નહિ થાય તો આહીર સમાજની મીટીંગ મોરબી ખાતે મળેલ તેમાં નકકી કર્યા મુજબ વવાણીયા થી વંથલી (જુનાગઢ) સુધી ની રેલી નું આયોજન આગામી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભવ્ય રેલી કાઢવાનુ નકકી કરવામા આવ્યુ હતુ જેમા ગુજરાતનાં દરેક તાલુકા જિલ્લાના તમામ ગામોમાં માથી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત આહીર સમાજ ન્યાય માટેની આ ભવ્ય રેલીમાં હાજર રહેશે તેમજ આહીર સમાજના તમામ સંગઠનો તથા તમામ રાજકીય આગેવાનોને સાથે રાખીને એવું નકકી કરવામાં આવ્યુ છે જેની સમસ્ત ગુજરાત આહીર સમાજ ને જાણ કરવા માં આવે છે તેવુ મોરબી જીલ્લા આહિર સમાજે જણાવ્યુ હતુ