મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારના આવેલ કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડના ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સહિત ૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે આરોપીને દબોચ્યો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારના આવેલ કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડના ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સહિત ૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે આરોપીને દબોચ્યો

મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરનાઓની એન.ડી.પી.એસ. ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર, એસઓજી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા નાઓને ખાનગી બાતમી મળેલ કે, રમેશભાઇ ઉર્ફે હો જગાભાઇ ધરજીયા જાતે કોળી રહે.કાસીયાગાળા તા.વાંકાનેર જી.મોરબી વાળાએ પોતાના કબજા ભોગવટાવાળી મોરઘરાના રસ્તે નદીના સામાકાંઠા વાળી વાડીમાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે, તેવી ચોકકસ હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૧૭ વજન ૧૨ કિલો ૯૦૦ ગ્રામ કી.રૂ.૧,૨૯,૦૦૦/- સાથે મળી આવતા એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી.આરોપી રમેશભાઇ ઉર્ફે હો જગાભાઇ ધરજીયા જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.કાસીયાગાળા તા. વાંકાનેર જી.મોરબી પકડાયેલ મુદ્દામાલ વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૧૭ વજન ૧૨ કિલો ૯૦૦ ગ્રામ કી.રૂ.૧,૨૯,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦/- મળી કુલ રૂ.૧,૩૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ શ્રી એમ.પી.પંડ્યા, પોલીસઇન્સ્પેકટર,એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારીતથાએ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી તથા પો.હેડ કોન્સ મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ સંઘાર તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here