
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન દરમ્યાન જુનાગઢ કાર્યક્રમમા આહિર સમાજ દ્રારા સ્વ: બ્રિજેશભાઈ લાવડીયાને ન્યાય આપવાના બેનરો સાથે સુત્રાચારો કરશે
જુનાગઢમા માળીયા મિંયાણા તાલુકાના મેધપર ગામના વતની પોલીસ જવાન સ્વ. બ્રિજેશ ભાઈ લાવડીયા સાથે એમનાં જ પોલીસ વિભાગ ના ઉચ્ચ અઘિકારીઓ દ્રારા કરવાં મા આવેલ અન્યાય અને ઢોર માર મારી આત્મ હત્યા કરવા મજબુર કરેલ જેના તમામ ઠોસ પુરાવા હાજર હોવા છતાં આજ સુધી પોલીસ પ્રશાસન દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માં આવી નથી બ્રિજેશ ભાઈ ના પરીવાર સાથે સમગ્ર આહીર સમાજ અનેક વખત જુનાગઢ પોલીસવડાને રજુઆત કરવા છતા એફ આઈ આર કરવા ગયેલ પણ આજ સુધી ફરીયાદ દાખલ કરવામા આવી નથી
જાણવા મળ્યું છે કે ટુક સમય માં જ મોદી સાહેબ ગુજરાત મા સોમનાથ, દ્વારકા તેમજ જુનાગઢ આવવાં ના છે બ્રિજેશભાઈ જોડે થયેલ અન્યાય અને જે રીતે આહીર સમાજ ની અવગણના કરવાં મા આવી રહી છે આ બાબત મોદી સાહેબ ના ધ્યાન મા આવે એના માટે તમામ આહીર સમાજ ના ભાઈઓ મોદી સાહેબ ના કાર્યક્રમ મા બ્રિજેશ ભાઈ ને ન્યાય આપો એવાં બેનરો તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યા માં હાજરી આપી ને સૂત્રોસાર કરવાં મા આવે જેથી કરીને મોદી સાહેબ ને જાણ થાય કે મોદી સાહેબ ના ગયા પછી હવે ગુજરાત મા પોલીસ જવાન ને ન્યાય નથી મળતો તો આમ જનતા ની શુ હાલત હશે જેથી તમામ આહીર અગ્રણીઓ અને યુવાનો આગામી આ કાર્યક્રમ માટે તૈયાર રહેજો