મોરબીના ઘુંટુ ગામે ગેરકાયદેસર ધમધમતી નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવા મુખ્યમંત્રીને રજુઆત

ગોપાલ ઠાકોર દ્રારા….

મોરબીના ઘુંટુ ગામે ગેરકાયદેસર ધમધમતી નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી તાલુકાના ઘુંટુ ગામની હદમાં ગેરકાયદેસર ધમધમતી નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવા વિવેકાનંદ યુવા સમિતિ ઘુંટુ દ્વારા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ગ્રામજનોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ઘુંટુ વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની હદમાં સરકારી જમીનો પર કોઈપણ જાતની પાસ પરમીટ કે પૂર્વ મંજુરી વગર અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે નોનવેજની લારી-દુકાનો બેરોકટોક પણે ધમધમી રહી છે આ બાબતે ગત તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ નોનવેજની લારીવાળા અને દુકાનધારકોને ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપીને લારી-કેબિનો હટાવી લેવા સુચના આપવામાં આવી હતી તેમ છતાય આજદીન સુધી કોઈએ લારી-કેબીનો નહી હટાવતા મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવેલ છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે ગામના જાગૃત નાગરીકો દ્વારા સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી જ્યારે ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા પણ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મામલતદાર દ્વારા કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે છતા પણ સ્થાનિક તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી કરવામાં આવતી નથી અને ગ્રામજનો તથા જીવદયાપ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે જેથી સ્થાનીક તંત્ર કે જેઓને રજુઆતો કરાઈ છે તેને ઘોળીને પી જતા આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here