માળીયા મિંયાણાના સરવડ સરદારનગર ગામે ભવ્ય રામકથામા પ્રાચિન પરંપરાને ઉજાગર કરવાના પ્રયાસો સાથે હિંન્દુ મુસ્લીમ એકતાના દર્શન થયા હતા..જુઓ વીડીયો

માળીયા મિંયાણાના સરવડ સરદારનગર ગામે ભવ્ય રામકથામા પ્રાચિન પરંપરાને ઉજાગર કરવાના પ્રયાસો સાથે હિંન્દુ મુસ્લીમ એકતાના દર્શન થયા હતા

રામકથામા પ્રાચિન શણગાર સાથે બળદગાડુ જોડીને ભરતભાઈ બાબરીયાના ધેરથી કથા પ્રસંગ સુધી વાજતે ગાજતે જાનનુ આગમન કરાયુ કથાનુ કવરેજ કરવા આવેલ મુસ્લીમ પત્રકારોનુ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ

માળીયા મિંયાણા તાલુકાના સરવડ , સરદાર નગર ગામે રાવલ મહેશભાઈ પ્રભાશંકર તેમજ સ્વ: જયંતિલાલ પ્રભાશંકરના પરીવાર તરફથી ભવ્ય રામકથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં રામ વિવાહનો પ્રસંગ. જૂની પ્રાચિન સંસ્કૃતિને યાદ અપાવે તેવી રીતે અને પ્રાચિન સંસ્કૃતિ ઉજાગર થાય હેતુથી ઉજવવામાં આવ્યો હતો આ રામકથા મહેશભાઈ રાવલ આયોજિત કથામાં સમસ્ત ગામે સાથે મળીને સરસ મજાનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા રામ વિવાહ દરમિયાન ભરતભાઇ બાબરીયા તેમજ સિંધવ જીજ્ઞેશ ભાઈ ની દીકરી ઓ રામ સીતા બની હતી. આ પ્રસંગમાં ઘેરથી શણગાર સાથે બળદ ગાડું જોડી વાજતે ગાજતે જાનનું આગમન થતાં ગ્રામજનોના ટોળા જોવા માટે ઉમટી પડયા હતાં

આ ભવ્ય રામકથામા વકતાશ્રી અમિતભાઈ પટેલ દ્રારા સંતોનુ ચરિત્ર ધર્મગ્રથોનુ વાંચન સામાન્ય વ્યકતિ સુધી પહોચાડવાના હેતુથી રામ ચરિત્ર માનસ રામ પારાયણ કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા શંકર પાર્વતીના વિવાહ રામ જન્મોત્સ્વ રામ જાનકી વિવાહ ભરતનો અભિષેક રામરાજ્ય અભિષેક રામ સાથે શબરીની મુલાકાત સહિતના દેવતાએ લગ્ન ની વિધિ કરી હતી ને કનુભાઈ સીંધવ સહિતનાં કલાકારોએ લગ્ન ગીતો ગાઈને શ્રોતાઓને ખુશ કર્યા હતાં તેમજ શીવાભાઈ રાજપૂત નામના દશ વર્ષના બાળકે પેટી વગાડી રામભાવ ભજન ગાઈને લોકોને તરબોળ કરી દીધા હતા
આ કથામાં કથાકાર સંતો મહંતો સહિત પત્રકાર રજાક બુખારી તેમજ ઈરફાન પલેજાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જે પોતે મુસ્લિમ હોવા છતાં રામકથા કવરેઝ કરવા હાજર રહેતા વતકતાઓ અને શ્રોતાઓએ આભાર વ્યકત કર્યો હતો તેમજ આ રામકથામા હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here