મોરબીમા સેવાભાવી મહીલા છેલ્લા છ વર્ષથી ગરીબ પરીવારોની જઠરાગીની ઠારવાની સાથે અબોલ ભુખ્યા જીવના પેટ ઠારી અનોખો સેવાકાર્ય જુઓ વીડીયો

મોરબીમા સેવાભાવી મહીલા છેલ્લા છ વર્ષથી ગરીબ પરીવારોની જઠરાગીની ઠારવાની સાથે અબોલ ભુખ્યા જીવના પેટ ઠારી અનોખો સેવાકાર્ય જુઓ વીડીયો

પ્રસંગો અને બર્થડે પાર્ટીઓમા વધ્યુ ધટયુ ભોજન માંગી ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબો સુધી પહોચાડે છે તેમજ ધેર ધેર રોટલા ઉધરાવી પશુઓને ખવડાવાની સાથે જુના કપડા માંગીને ગરીબ પરીવારોને પહોચાડી જીવનનો આનંદ મેળવી અનોખી સેવા કરે છે

મોરબીમા રહેતા સેવાભાવી મહિલા અલ્પાબેન અજયભાઈ કક્કડ છેલ્લા છ થી સાત વર્ષ થયા અનોખુ બિરદાવવા લાયક સેવાકાર્ય કરી રહયા છે જેમા શરુઆતમા ધેર ધેર જઈને જુના કપડા ઉધરાવીને ઝુપડપટ્ટીમા રહેતા ગરીબ પરીવારનુ શરીર ઢાકવાનુ કાર્ય કરતા કરતા મનમા વિચાર આવ્યો કે આ ગરીબ પરીવારોને એક ટકનુ ભોજન તો મળી રહે છે પણ સારુ ભોજન જમી નથી શકતા એના માટે પોતે દરરોજ પચ્ચાસ ગરીબ પરીવારોને સારુ ભોજન કરાવી શકે તેવી પરિસ્થિતી ન હોવાથી મોરબી શહેરમા કોઈપણના પ્રસંગ હોય કે બર્થડે પાર્ટીમા વધ્યુ ધટયુ ભોજન આપવાની જાહેરાત કરી સંપર્ક કરવા જણાવ્યા બાદ કોઈનો પણ ફોન આવે એટલે આ સેવાભાવી મહિલા ત્યા પહોચી ભોજન લઈને ઝુપડપટ્ટી વિસ્તારોમા પહોચી ગરીબ પરીવારોને ભોજન વિતરણ કરી અનોખી સેવા કરી જીવનમા સંતોષની સાથે આનંદ મેળવી રહયા છે ત્યારે હવે તો અલ્પાબેનને જોઈને ઝુપડપટ્ટીમા રહેતા લોકો ખુશ થય જાય છે અને ટોળા ઉમટી પડે છે

અલ્પાબેન કક્કડ માનવ સેવાની સાથે સાથે જીવદયા પ્રેમી પણ છે જેથી દરરોજ ધેરધેરથી રોટલાઓ માંગી અબોલ પશુઓના પેટ ભરીને સેવાકાર્ય કરે છે તાજેતરમા લમ્પી વાયરસમા તેમની સોસાયટીમા ગૌમાતાનુ અવસાન થતા તેના વાછરડાને દીકરાની જેમ ઉછેર કરી સારસંભાર રાખી રહયા છે અને ગૌમાતા પ્રત્યેનો અનોખો પ્રેમ હોવાથી અઠવાડીયામા ચાર દિવસ ગૌશાળાઓ તેમજ બિનવારસુ ગાયોને ભોજન આપી સેવાકાર્ય કરી રહયા છે ત્યારે આવુ સરસ સેવા કાર્ય કરતા હોવા છતા અમુક લોકો આ સેવાભાવી મહિલાના સેવાકાર્યનો વિરોધ્ધ કરી બળતરા કરતા હોવાનુ અને ચુટણીમા મત લેવા માટે સેવાકાર્ય કરી હાઈલાઈટ થવા સેવા કરે છે જાણવા મળી રહયુ છે ત્યારે આ સેવાભાવી મહિલા અલ્પાબેને જણાવ્યુ હતુ કે ઝુપડપટ્ટી વિસ્તારમા જે ગરીબ પરીવારોની સેવાકીય મદદ કરે છે તે ગરીબો પાસે આધારકાર્ડ પણ નથી પણ જવાદો જેનુ ચાલી જાય તેનો જ વિરોધ્ધ થાય એમા કાઈ ફેર નો પડે મારી સેવાકીય પ્રવૃતિ કુદરત જોવે જ છે મારી સેવાનુ ફળ મને કુદરત આપશે તેવુ સેવાભાવી મહિલા અલ્પાબેન કક્કડે જણાવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here