મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મહીકા ગામે થયેલ વ્યાજખોરી અને પઠાણી ઉધરાણીના ગુન્હામા બન્ને ભાઈઓના આગોતરા શરતી જામીન મંજુર કરતી નામદાર કોર્ટ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મહીકા ગામે થયેલ વ્યાજખોરી અને પઠાણી ઉધરાણીના ગુન્હામા બન્ને ભાઈઓના આગોતરા શરતી જામીન મંજુર કરતી નામદાર કોર્ટ

મળતી માહિતી મુજબ ફરીયાદી તથા સાહેદ ઉસ્માનભાઈ માહમદભાઈએ આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ હોય પૈસા નુ ઉંચુ વ્યાજ ચુકતે ક૨ી મુળ રકમ ૫૨ત આપેલ હોવા છતા આ કામ ના આરોપીઓ એ ફરી.તથા સાહેદ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક નાણા ધીરધાર પરવાના વગર પઠાણી ઉધરાણી કરી ભુંડી ગાળો બોલી,જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુન્હો બાબતનો ગુન્હો વાકાનેર પોલીસ મથકે નોંધાયો હતો

જેમાંના આ કામ ના બન્ને આરોપી ભાઈઓ વતી મોરબીના યુવા એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, રવી ડી.ચાવડા, મારફત નામદાર મો૨બી ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ. આરોપીઓ તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી બન્ને આરોપીઓને શ૨તી આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો આ કામમાં આરોપી તરફે મોરબીના યુવા એડવોકેટ જીતેન.ડી અગેચાણીયા, દીલીપ અગેચાણીયા, રવિ ડી.ચાવડા, કે.જે ચાવડા જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, રોકાયેલા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here