
ગોપાલ ઠાકોર દ્રારા માળીયા મિંયાણા
માળીયામિંયાણાના ખાખરેચી ગામે શીફા કલાડીયા અને તમન્ના કલાડીયાએ નાની ઉંમરે એક મહીના રોઝા રાખી ખુદાની બંદગી કરી
ખાખરેચી કલાડીયા પરીવારની શીફા અને તમન્નાએ નાની ઉંમરે રોઝા રાખી પવિત્ર રમજાન માસમાં ખુદાની બંદગી કરી પરીવારજનોએ અભિનંદન પાઠવી ખુશી વ્યકત કરી
માળીયામિંયાણાના ખાખરેચી ગામે કલાડીયા પરીવારની માસુમ સેહજાદી શીફા કલાડીયા તમન્ના કલાડીયાએ નાની ઉંમરે પવિત્ર રમજાન માસમાં રોઝા રાખીને ખુદાની બંદગી કરી હતી જેમા શીફા મુસ્તાકભાઈ કલાડીયા ઉ.વ ૧૧ રમજાન માસની શરૂઆતથી અંત સુધી પુરા રમજાન માસના રોઝા રાખી અલ્લાહ પાસે અમન શાંતિ અને પરીવારજનોની ખુશી માટે ૩૦ રોઝા રાખીને દુઆ પ્રાર્થના કરી હતી તેમજ તમન્ના મુસ્તાકભાઈ કલાડીયા ઉ.વ ૧૦ એ ૨૦ રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે રમજાન માસની શરૂઆતથી રમજાન માસ પુર્ણ થાય ત્યા સુધી રોઝા રાખવા એ પણ નાની ઉંમરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૧૫-૧૫ કલાક ભુખ્યા તરસ્યા રહીને તે અગ્નિ પરીક્ષા સમાન છે પરંતુ નાની બાળાઓએ ૩૦ રોઝા તો બીજીએ ૨૦ રોઝા રાખીને ખુદાની બંદગી સાથે ઈબાદત કરીને અલ્લાહને દુઆ પ્રાર્થના કરી હતી જેથી કલાડીયા પરીવારજનોએ પોતાની બંને બાળ રોઝેદારોને છેલ્લા દિવસે રોઝુ પુર્ણ કરી પુરા રમજાન માસના રોઝા રહીને સંપુર્ણ રોઝા પુરા કરતા પરીવારે ગૌરવ અનુભવી બંને સેહજાદીઓને ફુલહાર કરીને અભિનંદન પાઠવ્યા હતા