
મોરબી જીલ્લાના વાંકાનેરમા રહેતા બાળ રોજેદાર અકમલશા જાવિદશાએ તેર વર્ષની નાની ઉંમરે રમજાનમાસના એક મહિનાના રોજા રાખી ખુદાની બંદગી કરી
ઈબાદતના પવિત્ર રમજાન માસ ની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલા ઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનમા વહેલી સવારે ઉઠીને રોઝા રાખી ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહી નમાઝ ઇબાદત કરી ,પાક રમજાન માસમા ખુદા ને રાજી કરવાના પ્રયાસો કરી સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે શાહબાવા ખાદીમ વાંકાનેર મિનારા શેરી મા રહેતા જાવીદશા શાહમદાર ના નેક ફરજંન અકમલશા તેર વર્ષની નાની ઉંમરે રમજાન માસ ના ૨૯ રોજા રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પીતાએ જાવીદશા શાહમદાર એ નાના બાળ રોજદાર ને દુવા ઓ સાથે અભીનંદન પાઠવી દીકરાને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત ભાગરૂપે પપ્પા.મમ્મી.દાદા.દાદી.નાના.નાની.કાકા.કાકી.મામા.મામી.માસી. તથા સમગ્ર શાહમદાર સમાજે શુભેચ્છા અભીનંદન પાઠવ્યા