
કચ્છના ભચાઉ તાલુકાના સામખીયાળીના પૂર્વ સરપંચ દયારામ મારાજનો માથાભારે પુત્ર પાંચ જિલ્લામાંથી તડીપાર કરવા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કોર્ટનો હુકમ
કચ્છના ભચાઉ તાલુકાના સામખીયાળીના પૂર્વ સરપંચના પુત્રની હદપારીનો આદેશ ભચાઉ નાયબ કલેક્ટરે કર્યો છે. સામખિયાળીના શાંતિનગરમાં રહેતા જયેશ દયારામ સુંબડ (મારાજ) સામે મારામારી કરી ગંભીર પ્રકારની ઇજાઓ, ગેરકાયદેસર મંડળી રચવી, સરકારી કર્મચારી પર હુમલો ક૨વો, લૂંટ જેવા ગુના તેમજ શરીર સંબંધી ગુનાઓ સામખિયાળી પોલીસ સ્ટેશને નોંધાયેલા છે. આ માથાભારે શખ્સ દ્વારા હવામાં ફાયરીંગ કરતો વિડિયો ઉતારી પોતાની ફેસબુક ઉપર ચડાવી ભયનો માહોલ ફેલાવાનો પ્રયાસ કરેલ પરંતુ જેતે સમયે તેના પિતાની વગ કામ કરી જતા બચી ગયેલ હોવાની ચર્ચાએ જોર પકડયુ હતુ ભચાઉના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બાલમુકુંદ આર. સૂર્યવંશીએ જયેશ સુંબડને કચ્છ ઉપરાંત કચ્છને અડીને આવેલા જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાંથી તા ૨૬-૦૫-૨૦૨૩ થી એક વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કર્યો હતો