
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચેક મહીનાથી નાસતા ફરતા મહીલા આરોપીને એલસીબીએ ઉપાડી લીધી
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓશ્રીએ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૨૧૦૭/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એએ મુજબના ગુનાના કામે છેલ્લા પાચેક મહીનાથી નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ દેવાભાઇ માથાસુરીયા રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળતા મહીલા પોલીસ કર્મચારી સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ દેવાભાઇ જોરૂભાઇ માથાસુરીયા જાતે દેવીપુજક ઉ.વ. ૨૫ રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી મળી આવેલ પરંતુ મહીલા આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી મહીલા આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરી હતી આકામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે