
માળીયા મિંયાણાપોલીસ સ્ટેશન વિસ્તારમાં અવધ ઓનેસ્ટ હોટલ પાસે હાઈવે પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે એસઓજી ટીમે દબોચી લીધો
પોલીસ મહાનિરીક્ષકશ્રીઅશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જેથી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટરએસઓજી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ, આશીફભાઇ ચાણકીયા નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ સુરજબારી પૂલ ઉપરથી માળીયા બાજુ બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનુ એક્સેસ બાઇક લઇને નિકળનાર છે જેને શરીરે ભુખરા કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું નાઇટનુ પેન્ટ પહેરેલ છે અને તેના નેફામાં પીસ્તોલ જેવું હથિયાર છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે હનીફ ઉર્ફે નંઢો મહમદભાઇ જેડા મિયાણા ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.કુબેર ટોકીઝની પાસે કુબેરની ધાર મફતીયા પરા મોરબી તા.જી.મોરબી
ગેર.કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦/- જીવતા કાર્ટીઝ નંગ ૪ કિ.રૂપીયા ૪૦૦/- એક્સેસ મો.સા એંજીન નં-AF212533258 તથા ચેસીસ નંબર-MB8DP12DCM8640838 કિ.રૂ.૩૦,૦૦૦ કુલ કિ.રૂ.૪૦,૪૦૦/-કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસઓજી મોરબી તથા પોલીસ.સબ ઇન્સપેકટર કેઆર.કેસરીયા તથા પોલીસ સબ.ઇન્સપેકટર એમ.એસ.અંસારી એસઓજી મોરબી તથા પીએસઆઈ રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર, તથા સબળસિંહ સોલંકી તેમજ પોલીસ હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રાઉમાં તથા ભાવેશભાઇ મીયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા માણસુરભાઇ ડાંગર તથા સામતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા