મોરબી એલસીબી ટીમે ટંકારામા બંધ કારમાંથી ઈંગલીશ દારૂ આરોપીને ઉપાડી લીધા બાદ તેને દારૂ સપ્લાય કરનાર બુટલેગરને ઉચીમાંડલથી દારૂના જથ્થા ઉપાડી લીધો અન્ય બે આરોપીઓના નામ પણ ખુલ્યા શોધખોળ ચાલુ

મોરબી એલસીબી ટીમે ટંકારામા બંધ કારમાંથી ઈંગલીશ દારૂ આરોપીને ઉપાડી લીધા બાદ તેને દારૂ સપ્લાય કરનાર બુટલેગરને ઉચીમાંડલથી દારૂના જથ્થા ઉપાડી લીધો અન્ય બે આરોપીઓના નામ પણ ખુલ્યા શોધખોળ ચાલુ

મોરબી એલસીબીએ ટંકારા અનેઉચીમાંડલ ગામે દરોડા પાડી કારમાંથી ૨૨૧ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. આ સાથે બે અન્ય શખ્સના નામ ખુલતા તેની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમે ખાનગીરાહે મળેલ હકિકત આધારે ટંકારાના સંધીવાસમાં જુમા મસ્જીદની સામે પટ્ટમાં પડેલ બંધ હાલતની સિલ્વર કલરની ફોર્ડ ફીગો કાર નં.GJ-03-FD-2644 માંથી મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૧૩ કિ.રૂ.૪૨,૩૭૫/- અને કાર મળી કિ.રૂ.૯૨,૩૭૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. આ સાથે મુસ્તાકભાઇ હાસમભાઇ સોહરવદી ઉ.વ. ૩૭ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં માલ મોકલનાર તરીકે ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ રહે. ચંદ્રપુર તા.વાંકાનેરવાળાનું નામ ખુલ્યું હતું.બાદમાં એલસીબીએ માલ મોકલનારને પકડવા વોચ ગોઠવી ઉચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ ખાતે ઇન્ડીકા વીસ્ટા કાર નં.GJ-13-CC-4529માંથી મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૪૦,૫૦૦/- અને કાર મળી કુલ કિ.રૂ.૨,૪૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ ઉ.વ. ૩૮ રહે, ચંદ્રપુરવાળાને પકડી પાડવામાં આવ્યો છે.

આ માલ તેને વેલાભાઇ સગરામભાઇ રહે, શાપર તા.સાયલાએ મોકલ્યો હોય અને કાનો નવઘણભાઇ રહે. ઉંચીમાંડલે મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી આ બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના માણસો જોડાયા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here