
કુંકાવાવ નજીક આવેલા કોલડા ગામે ૧૦૩ માં અષાઢી બીજ ઉત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી
કુંકાવાવ નજીક આવેલ કોલડા ગામ કે જ્યાં કોલવા ભગત નું જન્મસ્થાન આવેલુ છે તે કોલવા ભગત ની જગ્યા ખાતે અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવી નાનકડાં રળીયામણા ગામ માં શ્રધ્ધા અને ભક્તિ અને ભાવ નો ત્રિવેણી સંગમ થયો હતો. તેમજ સવારે પાલખીયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવેલું હતું ગામ ની મુખ્ય બજારમાં બહેનો દ્વારા સુંદર રંગોળી સજાવવામાં આવેલ હતી. આ શોભાયાત્રા સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી ગામના તમામ માર્ગો માંથી પસાર થઈ દરેક મંદિરો માં ફરી પુનઃનિજ મંદિરે આવેલ હતી. વિશાળ સંખ્યામાં ગ્રામજનો સાથે યુવાધન ડીજે ના તાલે ઉમંગભેર જય રણછોડ ના નાદ સાથે પાલખી યાત્રા માં જોડાયાં હતાં.
બપોર તેમજ સાંજ બંને સમય માં ગામ ધુવાડા બંધ મહા પ્રસાદ નું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, જલ્પેશભાઈ મોવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ સોરઠીયા,યુવા ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ સંધાણી, રાજુભાઈ ધાનાણી, રવિભાઈ ધાનાણી તેમજ પક્ષ વિપક્ષ ના મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતા.
સમગ્ર ગામમાં એક અનેરા આનંદ ઉત્સાહની લાગણી ના દ્રશ્ય જોવા મળેલ હતા, રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં યોગીતાબેન પટેલ, દિલીપભાઇ આહિર અને જાણીતા હાસ્ય સાહિત્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ લોકો ને હસાવી મોજ કરાવેલ.સોના માં સુગંધ ભળે તેમ આ પ્રસંગે પ્રેરણારૂપ કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ પીયુષ ભાઇ જીવરાજભાઈ ગેવરીયા તરફ થી પ્રાથમિક શાળા ના ધો,૧ થી ધો,૮ સુંધી નાં તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક સેટ નું વિતરણ કરવામાં આવેલ.કાર્યક્રમ નાં અંત માં સમસ્ત કોલડા ગામ તેમજ કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા આવેલ તમામ મહેમાનો નું આભાર દર્શન કરવામાં આવેલ હતું.
રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ