મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરી મા અને રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પુજન સત્સંગ મહાપ્રસાદ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરી મા અને રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પુજન સત્સંગ મહાપ્રસાદ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી

આ પ્રસંગે મોરબી માળીયા ધારાસભ્ય કાંતીલાલ અમમૃતીયા અને પોલીસ કર્મચારીઓ સહિતના ભકતો ઉમટી પડયા હતા અને ભજન ભોજનનો પ્રસાદ લીધો હતો

મોરબી મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે પોથીપૂજન, કુમારીકા પૂજન, મહાપ્રસાદ, સત્સંગ સહિતના કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મનસુખભાઈ આદ્રોજા, કેશુભાઈ, ચુનીભાઈ કાવર, રમેશભાઈ, અંબારામભાઈ રાજપરા, ત્રિભોવનભાઈ, રેવાબેન ધોરીયાણી, રામજીભાઈ સહિતના અનેક ભક્તો પધાર્યા હતા અને ભજન તેમજ ભોજનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે મીડિયા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગના સભ્યો પણ પધાર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં રામધન આશ્રમના સેવકો તેમજ ગોપી મંડળના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી તેવુ રામધન આશ્રમના સેવક મુકેશ ભગતે જણાવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here