
મોરબીમા કાયદો વ્યવસ્થા કથળી લુખ્ખાઓ આવારાત્તવોએ શહેરને બાનમા લીધુ હોય તેવી પરિસ્થતિમા જીલ્લા કોગ્રેસ દ્રારા એસ.પી આઈ.જી.અને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવશે
મોરબી શહેર અને જિલ્લામાં કાયદા વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી ગયેલ છે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ તંત્રની કોઇ હાજરીના હોય તેમ આવારા અને લૂખાતત્ત્વો એ મોરબીને બાનમાં લીધું છે
દિન દહાડે લૂંટફાટ, ઘરમાં ઘૂસી મારામારી, જાહેર સ્થળો પર હુમલો કરવા જેવા બનાવો રોજ બરોજ બને છે અને આવા બનાવો માં ગુંડાઓ ની બીક થી ફરિયાદ દાખલ કરવા માં આવતી નથી, લોકો મા ભય નો માહોલ ઉભો કરવામા આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી એસ.પી, ડી. આઈ. જી. તથા ગૃહમંત્રીને આવેદનપત્ર, તારીખ ૧૫/૭/૨૦૨૩ ના શનિવાર, સવારે ૧૧ વાગ્યે. એસ પી કચેરી, સામા કાંઠે, જિલ્લા સેવાસદન,સોઓરડી, મોરબી ખાતે જવાનું હોય ત્યારે મોરબીના નાગરીકો, દરેક સામાજિક સંસ્થાઓ ના આગેવાનો, કોંગ્રેસ ના આગેવાનો, હોદેદારો તથા સર્વ કાર્યકરોએ એસ.પી કચેરી, સામા કાંઠે, સો ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવામોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યુ હતુ