
મોરબીના ધારાસભ્યશ્રી તમારા ઓડિયો વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો. જીલ્લા કોગ્રેસ
મોરબી શહેરની પ્રજા પાલિકા પાસે પ્રાથમિક સુવિધા ઓ માંગે છે તમારા લૂખ્ખા અધર તાલ જેવા ખોટા વચનો નહિ નક્કર કામગીરી કરવામાં આવે તેમ પ્રજા ઇચ્છે છે આપ આપના આત્મા ને પૂછી જોવો કે તમે છેલા ૨૫ વર્ષ થયા મોરબી ના ધારા સભ્ય છો તમે ૨૫ વર્ષમાં મોરબી ની પ્રજા ની સુવિધા માટે શુ કર્યુ ૧૯૯૫માં નગરપાલિકા ને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્ટિંગ થયા વગર પધરાવવા આવી તેમાં પણ તમારી ભૂમિકા મહત્વની હતી
મોરબીમાં ભુકંપ આવ્યો અને ભૂગર્ભ ગટર ની ચેમ્બર તૂટી ગયેલ તે આજ સુધી બનાવવામાં આવેલ નથી પાણીનો નિકાલ બંધ થયેલ છે નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી અને જે નવી બનાવેલ ગટર ને પણ જૂની ગટર ની ચેમ્બર સાથે જોડી દેવા માં આવેલ છે એક તો નાના પાઇપ ચેનાઈ માટીના નાખેલ એ પણ લાઈન લેવલ વગરના નાખી દેવામાં આવેલ છે તે પણ આપના ઘ્યાન માં હશે
આપ મોરબી ની પ્રજાને દિન પ્રતિદિન ખાલી વચનો આપી મન મનાવી રહેલ છો કારણ આપના વિડિયો ઓડિયોમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે આપ જમીન ઉપર કામગીરી ઉતારતા નથી એ પણ મોરબીની પ્રજા જાણે છે તમે લોકો ને મુર્ખ બનવા માટે અને નગરપાલિકા કામ કરવા માં નિષ્ફળ ગયેલ છે એ તમો સમજવાને બદલે તમે પ્રજા ઉપર આક્ષેપ કરો છો કે કોઈ માણસો ભુગર્ભ કુંડીમાં કોથળા નાખીને ગટર ઉભારવે છે સાવ બાલિશ વાતો કરી રહ્યા છો જો કોઈ કુંડીમાં કોથળા નાખતા હોય અને તેની આપને ખબર હોય તો પગલાં કેમ લેતા નથી
તમે પણ સમજો છો કે તમારા ભાજપપક્ષની નગરપાલિકામાં પ્રજા ના પેસા નો બેફામ ભ્રષ્ટાચાર થયેલ છે અને પાલિકાના પ્રમુખ કે.કે પરમારે પોતાને મળેલ અઘિકારનો બેફામ ગેર ઉપયોગ કરી ૪૫ ડી ની કલમ હેઠળ લાખો રૂપિયા ઉડાવેલ છે જે જનરલ બોર્ડમાં મંજુર પણ નથી થયા તો આ પ્રજાના ટેક્ષના પેસા ક્યારે વસૂલ કરશો ? અને ભ્રષ્ટાચાર એવો સામે ક્યારે કડક કાર્યવાહી કરશો તે જણાવો બાકી આપ આપના અઘિકારી મારફત આપના મોઢાની વાતોનો વિડિયો ઓડિયો માં બોલાવો છો તે કેટલી હદે વ્યાજબી છે આજ મોરબીનીં પ્રજા આપના માર્ગ દર્શન નીચે ચાલતી પાલિકા ના વહીવટ થી તંગ આવી ગયેલ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીના તળાવ ભરેલા છે શેરી ગલ્લીમાં અંઘકાર રોડ રસ્તા ઉપર ખાડાઓની ભરમાર .ઉભરાતી ગટરોના ગંદા પાણીના વહેણ વહે છે કચરાઓ થી રોડ રસ્તા ઉભરાય છે રોગચાળો માઝા મૂકે તે પહેલાં મોરબી શહેરને સાફ સુત્રરું બનાવો બાકી વારંવાર ઓડિયો વીડિયો બહાર પડી મોરબીની ટેક્ષ ભરતી સોબર પ્રજાની બનાવટના કરો પ્રજા ની સુવિધા માટે વારંવાર મુદત નથી જોઇતી નક્કર કામગીરી કરી બતાવો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીની પ્રેસ યાદી જણાવે છે