
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના બુટવડા ગામ પાસેથી ઈંગ્લીશના જથ્થાની હેરાફેરી કરતા આરોપીને કુલ કિ.રૂ. કિ.રૂ.૫૭,૦૦૦/- ના મુદામાલ સાથે પોલીસે ઉપાડી લીધો
મોરબી જીલ્લાના હળવદ તાલુકામા પોલીસ.હેડ.કોન્સટેબલ કિશોરભાઈ સોલગામા તથા પોલીસ.કોન્સટેબલ બીપીનભાઇ પરમારને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી
હકિકત આધારે પો.હેડ.કોન્ટેબલ કે.એમ.સોલગામા તથા જરૂરી સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ તાલુકાના લીલાપર ગામથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે
નદીના પુલ પાસે જાહેરમાંથી આરોપી પાસેથી ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની કુલ બોટલો નંગ ૭ર
કિંમત.રૂ.૨૩,૦૦૦/- નો ઈંગ્લીશ દારૂનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીટ્રર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
આરોપી પાસેથી સંજયભાઇ મોતીભાઇ ગોલતર જાતે.ભરવાડ ઉ.વ.૨૪ ધંધો,મજુરી રહે. બાઇસાબગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની મેક ડોવેલ્સ નં-૧ ડીલક્સ વીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી” લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૭૨ કી.રૂ.૨૭,૦૦૦/ તથા M કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/ તથા હીરો કંપનીનું કાળા કલરનું એચ.એફ. ડિલક્સ મો.સા. જેના રજી.નં. GJ.13.AQ.9276 હોય જેની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી એમ કુલ કિ.રૂ.૫૭,૦૦૦/ નામુદામાલ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
કામગીરીમા પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સટેબલ કિશોરભાઈ મનજીભાઈ સોલગામા તથા પોલીસ.કોન્સટેબલ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા પોલીસ.કોન્સટેબલ બીપીનભાઇ મંગળભાઇ પરમાર તથા પોલીસ.કોન્સટેબલ ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા પોલીસ.કોન્સટેબલ તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પોલીસ.કોન્સટેબલ કમલેશભાઇ રાજુભાઇ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ હતી