
દારૂ નું સેવન કરી,શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનામા, પતિ અને નણંદ સામે કોર્ટ કાર્યવાહી પર સ્ટે ઓર્ડર આપતી નામદાર ગુજરાત હાઈકોર્ટ
રાજકોટ ખાતે રહેતા પરિણીતા શીતલબેન કમલેશભાઈ અકબરી એ પોતાના પતિ, કમલેશભાઈ પોપટભાઈ અકબરી અને તેના નણંદ શોભનાબેન કિશોરભાઈ સાકરીયા સામે તારીખ 01/07/2020 ના રોજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે,પોતાને શારીરિક માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ આપેલ હતી,
પોલીસે, આ ગુના ના કામે આરોપી ને અટક કરી, સમયાંતરે નામદાર કોર્ટ ચાર્જસીટ રજૂ કરેલ હતી..
સદર ગુના, ના કામે ચાલતી કોર્ટ કાર્યવાહી પર સ્ટે, લાવવા માટે આરોપી એ, પોતાના વકીલશ્રી મારફત નામદાર ગુજરાત હાઇકોર્ટ મા, પિટિશન દાખલ કરેલ હતી,
આરોપી ના વિધવાન વકીલ શ્રી એ, મહત્વ ના ચુકાદાઓ હાજર રાખી, વિશેષ ધારદાર દલીલો કરી હતી, જેને માન્ય રાખી ને નામદાર ગુજરાત હાઇકોર્ટ એ, સમગ્ર કેસ બાબતે ચાલતી કોર્ટ કાર્યવાહી પર સ્ટે આપતો હુકમ કર્યો હતો આરોપી ના વકીલશ્રી તરીકે, વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસ, ના વકીલ શ્રી, ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, લવજી ભજગોતર, વિજય વણઝારા, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, ભાવેશ જેઠવા, પી.બી.જેઠવા,અશ્વિનભાઇ ચૌહાણ,કિશન ભીમાણી,પ્રેમ મકવાણા રોકાયેલ હતા