
મોરબી નેશનલ હાઈવે પર માં આશાપુરાના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ રાખી યુવાનો દ્રારા ચોવીસ કલાક સેવાકીય પ્રવૃતિઓ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા
મોરબી શનાળા નજીક લાઈન્સનગર પાસે જય માતાજી સેવા કેમ્પ અને કામધેનુ પાર્ટી પ્લોટ પાસે માં આશાપુરા સેવા કેમ્પમા પદયાત્રીઓની અનોખી સેવા કરતા યુવાનો
તાજેતરમા કચ્છના સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ એટલે મા આશાપુરાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ માનતા ઉતારવા કોઈ આંખે પાટા બાંધીને તો કોઈ શરીરમા લોખંડની વજનદાર સાંકળો બાંધીને મા આશાપુરાના દર્શનાર્થે જાય છે ત્યારે હજારોની સંખ્યામા પદયાત્રીઓ પગે ચાલીને માતાના મઢ એટલે કે મા આશાપુરાના દર્શન કરવા જાય છે ત્યારે સેવાભાવીઓ દ્રારા પદયાત્રીઓને ચા નાસ્તો ઠંડાપીણા રહેવા જમવા મેડીકલ સુવિધાઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો રાખી સેવાઓ પુરી પાડવામા આવે છે
ત્યારે મોરબી શનાળા નજીક લાઈન્સનગરના ટારે જય માતાજી સેવા કેમ્પમા ગરીબ પરીવારો દ્રારા આસ્થા અને શ્રધ્ધાથી જેટલી સેવાકીય પ્રવૃતિ થાય એટલી સેવા કરી પદયાત્રીની સેવાકિય પ્રવૃતિ કરવા ભાઈઓ અને બહેનોની ટીમ જોડાય છે તેમજ કામધેનુ પાર્ટીપ્લોટ પાસે માં આશાપુરા સેવા કેમ્પમા હાઉસિંગ બોર્ડ સોસાયટીના યુવાનો દ્રારા ચા પાણી નાસ્તો લસ્સી સહિત પદયાત્રીઓનો થાક ઉતારવા અવનવા ઈલેકટ્રીક મશીનો અને જાત મહેનતથી હાથ પગનુ માલીશ કરી પદયાત્રીઓનો થાક ઉતારી યાત્રાળુઓ કેમ્પની ટીમ સાથે દાંડીયારાસ રમી આગેકુચ કરે છે આ બને સેવા કેમ્પમા સેવાભાવી યુવાનો દ્રારા ચોવીસ કલાક ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવે છે