
મોરબીમા એસ.ટી તંત્રના પાપે ગૌમાતા શોચાલયની દુર્ગંધ મારતી ભુગર્ભ ગટરમા ખાબકી મહા મહેનતે જીવદયા પ્રેમીઓએ જીવ બચાવ્યો ગોપ્રેમીઓમા રોષ ફેલાયો જુઓ વીડીયો
મોરબીમા કરોડોના ખર્ચે બનેલ એસ.ટી સ્ટેન્ડમા નવા શોચાલય બન્યા છતા જુનુ શોચાલય ચાલુ રાખતા બનાવ બનતા રોષ જોવા મળ્યો હતો
મોરબીમા કરોડોના ખર્ચ કરી નવા એસ.ટી. સ્ટેન્ડનુ નિર્માણ તો કરાયુ પરંતુ નવા શોચાલય બનાવ્યા છતા પૈસાની ઉધરાણી ચાલુ રાખવા વર્ષો જુનુ શોચાલય ચાલુ રાખવામા આવતા નવા વર્ષમા ગૌમાતા પોતાનુ પેટ ભરવા શૌચાલય પાછળ ચરવા જતા દુર્ગંધ મારતી જુની શૌચાલયની ભુગર્ભ ગટરમા ખાબકતા જીવદયા પ્રેમીઓને ધ્યાને ચડતા એસ.ટી સ્ટેન્ડના ડ્રાઈવર કંડકટર સહિતના જીવદયા પ્રેમીઓ એકત્ર થઈને ગૌમાતાને મહા મહેનતે બહાર કાઢતા ગૌમાતાનો જીવ બચાવ્યો હતો આ બનાવ બનતા મોરબીની યદુનંદન ગૌસેવામા ફોન કરતા સેવાભાવી કાર્યકરો તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયા હતા ત્યારે આવો બનાવ બનતા જીવદયાપ્રેમીઓમા રોષ જોવા મળ્યો હતો અને જુના શૌચાલયનો કોન્ટ્રાકટ પુરો નથી થયો તેવુ જાણવા મળ્યુ છે પરંતુ આ બનાવ બનતા તાત્કાલીક ધોરણે વર્ષો જુનુ શોચાલય બંધ કરવા જીવદયાપ્રેમીઓની માંગણી ઉઠી હતી