
રાજકોટ જીવનનગરમા આધ્યાત્મિકતા સાથેનું વિજ્ઞાન એટલે જીવનનગર સમિતિ… ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ તુલસી વિવાહની ઐતિહાસિક ઉજવણી સંપન્ન
ગણાત્રા, ગંગદેવ પરિવારે ઠાકોરજી, તુલસીજીના લગ્નમાં યજમાનપદે સંપન્ન મહાદેવધામમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા. મહિલા મંડળની ઉત્કૃષ્ઠ કામગીરીની કદર કરવામાં આવી.
રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, તુલસી વિવાહ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૪૧ મા વર્ષે તુલસી વિવાહની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આધ્યાત્મિકતા સાથેનું વિજ્ઞાન એટલે જીવનનગર સમિતિએ સાર્થક કર્યું છે. તુલસી વિવાહમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડી ઠાકોરજી, તુલસીજીના લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે મંગલ કાર્યનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે આ વિસ્તારમાં જીવનનગર સમિતિ અગ્રેસર છે. રાજય, કેન્દ્ર સરકારના કાર્યોની વિગત આપી રહીશોને મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આધ્યાત્મિકતા સાથેનું વિજ્ઞાન જોવા મળે છે. મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગના ચેરમેન ચેતનભાઈ સુરેજા, નગરસેવક નિરૂભા વાઘેલા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, શહેર ભાજપના મંત્રી વિજયભાઈ પાડલીયા, મીડિયા સેલના શ્યાભાઈ કટ્ટા, પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, સુનિલભાઈ ગણાત્રા, ડૉ. નિરવભાઈ ગણાત્રા, હારિતભાઈ ગણાત્રા, કાજલબેન ગણાત્રા, ડૉ. અભય ગંગદેવ, ડૉ. ઈશિતા ગંગદેવે દિપ પ્રાગ્ટયમાં ભાગ લઈ ભગવાનના લગ્ન સમારોહમાં યોગદાન આપી ધન્યતા અનુભવી હતી.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી સતત ૪૧ મા વર્ષે આયોજનની વિગત આપી આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. મહિલા મંડળની ટીમ સાતત્યના કારણે ઠાકોરજીના વિવાહને સફળતા મળી છે ગણાત્રા અને ગંગદેવ પરિવારના કુટુંબીજનોએ વિશેષ હાજરી આપી ધાર્મિક વિધિ-વિધાનમાં ભાગ લીધો હતો. જેમાં નૈષધભાઈ અમુભાઈ, સુનિલભાઈ ગણાત્રા, ડૉ. નિરવભાઈ ગણાત્રા, કૌશલભાઈ દર્શનભાઈ, હારિતભાઈ ગણાત્રા, જયભાઈ, આકાશભાઈ, પ્રેમલભાઈ, રમેશભાઈ કારીઆ, જયંતભાઈ કારીઆ, નરેશભાઈ કારીઆ, કાજલબેન ગણાત્રા, ભારતીબેન, ચંદ્રીકાબેન, છાયાબેન, સ્મિતાબેન, રીમાબેન, ચાર્મીબેન, હિનાબેન, કિંજલબેન, ધર્મિષ્ઠાબેન ઠકરાર, દિશાબેન, પૂજાબેન, ગંગદેવ પરિવારમાંથી નવીનભાઈ ગંગદેવ, ભારતીબેન, ભાવિનભાઈ, અલ્કાબેન, ડૉ. ઈશિતાબેન, ડૉ. અભયભાઈ ગંગદેવ પરિવારે ભગવાન શાલીગ્રામ, તુલસીજીના લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, હંસાબેન ચુડાસમા, જયોતિબેન પુજારા, યોગિતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, ભારતીબેન રાવલ, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, સમિતિના વિનોદરાય ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ અને રહીશોએ ભારે જહેમત ઉઠાવી હતી.