
સુરેન્દ્રનગર શહેરમાં જરૂરતમંદ લોકોને ધાબળાનુ વિતરણ કરી ચહેરા પર ખુશી લાવવા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રયાસ
સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા એટલે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે સંસ્થામાં સર્વે જ્ઞાતિના જરૂરતમંદ લોકોને કડકડતી ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં સખી દાતાના સહયોગથી અને ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકરો સેવાભાવી માનવ સેવકો દ્વારા જરૂરત મંદ વ્યક્તિઓને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ખુશી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ શ્રી અકબરભાઈ કટિયા અને કાર્યકરો દ્વારા સર્વે જ્ઞાતિના લોકોના ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસોના ભાગરૂપે ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ કરી માનવતાનું પૂરું પાડયું છે નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંથક પછાત વિસ્તાર રહ્યો છે છતાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે લોકોની સેવાનું કાર્ય કરે છે.
આપ સૌ પણ અમારી સેવા માં સહભાગી બનો તેવી અમે ધર્મપ્રેમી જનતા ને અપીલ કરીએ છીએ તેમજ આપ સૌ સેવામા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ ગૂગલ પે થી આપનું યોગદાન સીધું ટ્રાન્સફર કરી શકો છો મો.09714779247) પ્રમુખશ્રી અકબરભાઈ કટીયા. જાણે અજાણે આપ સૌ તરફથી જે સહકાર મળ્યો તે બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.