મોરબીમા આંતર રાષ્ટ્રિય ગ્રાહક દિવસની ઉજવણી નિમિતે કર્મનિષ્ઠ કર્મચારીઓનુ સાલ અને શીલ્ડથી સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા

આ સન્માન સમારોહમા પોલીસ કર્મચારીઓ ડોકટરો અને પોસ્ટ કર્મચારી ટ્રાફિક પોલીસ સહિત દિવયાંગોનુ વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ

 

મોરબીમા છેલ્લા પચ્ચીસ વર્ષથી કાર્યરત જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિશ્ર્વ ગ્રાહક દિવસ સપ્તાહ નિમિતે દશા શ્રીમાળી વણિક ભોજનશાળા ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનારનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રમાણિક સરકારી કર્મચારીઓ જેવા કે પોલીસ કર્મચારીઓ આઈ.સી.ડી.એસના કર્મચારીઓ ટ્રાફિક પોલીસ અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સહિત ડોકટરોને સાલ અને શિલ્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તેમજ આ જાંઝરમાન પ્રોત્સાહિત પ્રેરણાદાયક સેમિનારમા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિ વિશેષ સન્માન કરી સમાજના વિભિન્ન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન આપનાર વ્યક્તિ વિશેષ સન્માન પ્રસંગે આવા જ એક મહિલા દિવ્યાંગ ને બિરદાવી પ્રોત્સાહિત કરાયા હતા

 

આ ગ્રાહક દિવસની ભવ્ય ઉજવણી સેમિનારમા રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી રમાબેન માવાણી- મોરબી ગ્રાહક તકરાર કોર્ટના સહ ન્યાયમુર્તિ ટી.જી. સાંકલા-નારાયણ સેવા સંસ્થા ઉદેયપુર ધનશ્યામસિંહ ઝાલા- કચ્છ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી રંજનબેન ભીલ- મોરબી મહિલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી રેણુકાબેન મહેતા સહિતના મહાનુભાવી ઉપસ્થિત રહયા હતા આ ભવ્ય સેમિનારમા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા હિતેશભાઈ મહેતા રામભાઈ મહેતા સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here