મોરબીમાં સામાકાંઠે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ની વિશેષ ઉપસ્થિતિમાં ઉમા ટાઉનશીપમાં યોજાયેલ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પમાં ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.

મોરબીમાં સામાકાંઠે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ની વિશેષ ઉપસ્થિતિમાં ઉમા ટાઉનશીપમાં યોજાયેલ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પમાં ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.


મોરબીમાં સામાકાંઠે રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર અને ઉમા ટાઉનશીપ પરીવાર ના સંયુક્ત ઉપક્રમે તા. ૭ જાન્યુઆરી, ૨૦૨૪ ને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.

આ કેમ્પમાં ધારાસભ્ય શ્રીકાંતિભાઈ અમૃતિયાએ વિશેષ હાજરી આપી હતી  કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમે સેવા આપી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી જે.પી. જેસવાણી, શ્રી મનુભાઈ જકાસણીયા તથા ઉમા ટાઉનશીપ પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


કાયમી સરનામું: સંસ્કાર ફિઝીયોકેર સેંટર, વીએનસી કોમ્પલેક્ષ, શોપ ૨૦૮/૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ,સામાકાંઠે, મોરબી મો. ૮૧૬૦૨૮૨૪૫૬.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here