
અમરેલી ધારી પોલીસ સ્ટેશનમા વકીલશ્રી અને તેના પરીવાર પર ફરજ રુકાવટનો ખોટા ગુન્હામા પોલીસ સ્ટેશનના સીસીટીવી તપાસવા સિનિયર એડવોકેટશ્રી એ.એ.અંસારીએ ચેરમેનશ્રી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રજુઆત કરી
અમરેલી બારના વકીલશ્રી વીરાણી સાહેબ અને તેમના પરીવાર પર થયેલ ફરજ પર રૂકાવટનો ખોટો ગુનો નોંધવામાં આવેલ તે સંદર્ભે
ધારીપોલીસ સ્ટેશન, અમરેલી ખાતે વકીલશ્રીને અને તેના પરીવારને ધારી પોલીસ દ્વારા ખુબ માર મારવામાં આવેલ અને તેમના ઉપર ખોટી અને ઉપજાઉ ફરિયાદ દાખલ થયેલ અને બીજા દિવસે તેઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ અને તેમનું મેડિકલ કરવામાં આવેલ છે. આમ પહેલાતો પોલીસ દ્વારા વકીલોને માર મારવામાં આવે છે અને પછી ઊલટાનું પોલીસ દ્વારા જ સત્તાનું દુરઉપયોગ કરી વકીલશ્રીઓ પરજ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ૨૪ કલાક લૉકઅપમાં રાખવામાં આવે છે. નામદાર ગુજરાત હાઇકોર્ટ અને નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ પ્રમાણે દરેક પોલીસ સ્ટેશનના સમગ્ર પરીસરનું સર્વેલેન્સ થઈ શકે તેવી રીતે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે તેથી મારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છેકે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, અમરેલી નાઓને સાથે લઇ અથવાતો એક કમીટી બનાવી ધારી પોલીસ સ્ટેશનમાં જઈ સીસીટીવી ફુટજ તપાસવા મારી આપશ્રીને નમ્ર વિનંતી અને માંગણી છે અને જો સીસીટીવી બંદ જણાય કે ગોઠવેલા જ ના હોયતો લાગતા વળગતા અધિકારી સામે નામદાર કોર્ટના હુકમનું જાણીજોઈને પાલન નહીં કરવા બદલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી દાખલ કરવામાં આવે જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય.
એ. એ. અંસારી,
સોલિસીટર એન્ડ એડવોકેટ,
9723337984.