મોરબીમા મિંયાણા સમાજ મહાસંગઠન આયોજીત હિંન્દુ મુસ્લીમ દંપતીઓના પાંચમા સમુહલગ્ન ધામધુમથી યોજાયા હતા
સમુહલગ્નમા ૩૨ હિંન્દુ મુસ્લિમ દંપતીએ એક જ મંડપમા નિકાહ અને ફેરા ફરીને લગ્નગ્રંથીથી જોડાયા હતા મુસ્લીમને કુર્આનશરીફ અને હિંન્દુ દંપતીને ભાગવતગીતાની કરીયાવર સાથે ભેટ અપાઈ હતી
મોરબીમા મુસ્લીમ મિંયાણા સમાજ મહાસંગઠન ગુજરાત સંચાલિત ટ્રસ્ટ આયોજીત હિંન્દુ મુસ્લીમ જ્ઞાતીના પાંચમા સમુહલગ્નની વાવડીરોડ પર ગોકુલફાર્મ ખાતે ધામધુમથી યોજવામા આવ્યા હતા આ સમુહશાદી કાર્યક્રમમા હિંન્દુ મુસ્લીમ ૩૨ દંપતીઓએ એક જ મંડપમા નિકાહ અને ફેરા ફરી ધાર્મિક રીત રિવાજ મુજબ લગ્નગ્રંથીથી જોડાઈને એકતાનો સંદેશ પાઠવ્યો હતો તેમજ સમુહલગ્ન આયોજક દ્રારા તમામ દંપતીઓને કરીયાવરની સાથે મુસ્લીમ દંપતીઓને પવિત્રગ્રંથ કુર્આનશરીફ અને હિંન્દુ દંપતીઓને સમુહલગ્નમા ભાગવતગીતાની અમુલ્ય ભેટ આપવામા આવી હતી
આ સમુહલગ્નના ભવ્ય આયોજનમા મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા તેમજ મુસ્લિમ એકતામંચના ઈમ્તિહાઝખાન પઠાણ રાજપુત સમાજના અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા બાર એશોસિયનના પુર્વ પ્રમુખ દીલીપભાઈ અગેચણીયા સહિત મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ સાદાતે કિરામ સૈયદ કાસમશાબાપુ અબ્બાબાપુ ચોબારી કચ્છ અને બુખારી એઝાઝબાપુ અનવરશાબાપુ બુખારી આરીફબાપુ સહિતનાએ હાજરી આપી દંપતીઓને દુવા સાથે આશિર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે ગુજરાતભરના મિંયાણા સમાજના પ્રમુખશ્રીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા તેમજ મિંયાણા સમાજ મહાસંગઠન ગુજરાતના પ્રમુખશ્રી અકબરભાઈ ભટ્ટીની તબીયત નાંદુરસ્ત હોવાથી ફોનથી સર્વૈ દંપતીઓને આશીર્વાદ દુવા પાઠવી હતી
આ સમુહલગ્નમા રાજકોટના મિંયાણા સમાજના પ્રમુખ ઈમરાનભાઈ સીદીકભાઈ માણેક તરફથી મંડપ સર્વિસ અને જમણવારો ખર્ચ આપી તેમજ અનવર માલાણીએ તમામ દંપતીઓને ડેન્ડોપ ગાદલા આપી અને પેટીપલંગ તૈયબ ગુલામહુશેન માણેક તેમજ ફોટોગ્રાફી વીડીયોગ્રાફીમા રફીકભાઈ સંધવાણી તરફથી દાતાઓ તરીકે સેવા સહકાર આપવામા આવ્યો હતો આ સમુહલગ્નના ભવ્ય કાર્યક્રમના આયોજક અને મોરબી શહેર મિંયાણા સમાજ પ્રમુખ અને ગુજરાત મિંયાણા સમાજ મહાસંગઠનના મહામંત્રી હુશેનભાઈ ભચુભાઈ ભટીએ તમામનો આભાર માન્યો હતો