
રાજકોટમા અજમેરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા અજમેરી સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા શિલ્ડ પુસ્તકો અને ફૂલહાર કરી સન્માનિત કરવામા આવ્યા હતા
પત્રકાર રફીક અજમેરી મોરબી
રાજકોટ ખાતે તારીખ ૩૦/૬/૨૦૨૪ રવિવારના રોજ શહેરના ખ્વાજા ચોકમાં આવેલ ઘાંચી પીંજારા હોલ ખાતે અજમેરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર અજમેરી સમાજના હુનહાર ૧ થી ૧૨ ધોરણ સહિત કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ આવનારા દિવસોમાં સમાજનાં વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે અને સમાજ તેમજ માતા પિતા નું નામ રોશન કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય ને સફળ બનાવે તેવા હેતુથી અજમેરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૧૨ માં સારાં એવાં પરિણામ માર્ક થી પાસ થયેલા તેજસ્વી તારલાઓ ને સીલ્ડ તેમજ પુસ્તકો આપીને ફૂલહાર થી સન્માનિત કર્યા હતા આ તકે રાજકોટ અજમેરી સમાજના વડીલો આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સહિત મોરબી સુન્ની મુસ્લિમ પિંજારા સમાજના પ્રમુખ હનીફભાઈ કાસમભાઈ બાંભણિયા તેમજ ઉપપ્રમુખ પત્રકાર રફિકભાઈ રહીમભાઈ અજમેરી સભ્ય રહીમભાઈ ઓસમાણભાઈ બાંભણિયા મહેબૂબ ભાઈ હાજીભાઈ ઘેલોત સહિતના રાજકોટ વોર્ડ નંબર ૭ ના ભાજપના મહામંત્રી મહેબૂબ ભાઈ આદમ ભાઈ અજમેરી (સાંખલા) તેમજ અજમેરી સમાજના પીઢ અગ્રણી મહેબુબભાઇ સુલેમાન ભાઈ અજમેરી તુવર તેમજ પ્રમુખ હુસેનભાઇ હાજીજાન મોહમ્મદભાઈ તુવર સહિતના આગેવાનોએ અજમેરી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકોનું ફુલહારથી સન્માન કર્યું હતું તેમજ અજમેરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના શૈક્ષણિક સન્માન સમારોહ નાં ટ્રસ્ટીઓના આ ઉત્તમ કાર્યને બેદાવ્યું હતું તેમજ ટ્રસ્ટનાં કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ અજમેરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નજીર ભાઈ કરીમભાઈ તુવર રજાકભાઈ અલ્લારખાભાઈ ગોરી અનવર ભાઈ હુસેનભાઇ બાંભણિયા અહેમદભાઈ અબ્દુલભાઈ બાંભણીયા અલ્તાફભાઈ ઇનુસભાઇ ખોખર જાવેદભાઈ ઉસ્માનભાઈ બાંભણિયા સોહિલભાઈ સબીર ભાઈ બાભણીયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી