માળીયા મિંયાણાના નવલખીબંદર નજીક જુમ્માવાડી માછીમાર વસાહતના ગરીબ પરીવારો દરીયામાથી વેસ્ટ કોલસાની ભુકી એકત્ર કરી ધરનુ ગુજરાન ચલાવતા હોવા છતા પોલીસની કનડગતથી કંટાળી કલેકટરને આવેદન પાઠવ્યુ

માળીયા મિંયાણાના નવલખીબંદર નજીક જુમ્માવાડી માછીમાર વસાહતના ગરીબ પરીવારો દરીયામાથી વેસ્ટ કોલસાની ભુકી એકત્ર કરી ધરનુ ગુજરાન ચલાવતા હોવા છતા પોલીસની કનડગતથી કંટાળી કલેકટરને આવેદન પાઠવ્યુ

બેરોજગાર બનેલા માછીમાર પરીવારો અને કામદાર પ્રગતિશીલ મંડળ દ્રારા કલેકટરને આવેદનપત્ર આપી કરી રજુઆત

માળીયા મિંયાણા તાલુકાના નવલખીબંદર પર લોકશાહીમાં પ્રજનનો કાનૂની અધિકાર હોવા છતા રોજગારી અને રોજીરોટીના અભાવ થી ભીખારીઓની જેમ જીંદગી જીવવા ગરીબ પરીવારો મજબુર બન્યા છે

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકામા આવેલ એકમાત્ર નવલખીપોર્ટમાં હાલમાં કોલસા ઉતારવાનુ કામ ચાલી રહયુ છે જૂના સમયમાં અમારા બાપદાદા અનાજ ઉતરાવાનુ કામ કરતા હતા. બાપદાદા ના સમયકાળથી પરંપરાગત શિપમાથી માલ ઉતારવાનુ કામ કરતા હતા જેથી અમોને રોજીરોટી મળતી હતી ધીમે ધીમે અનાજ આવવાનું બંધ થવાથી બેકાર બન્યા છીએ ત્યારે નવલખીબંદર પર કોલસો ઉતારવાનુ કામ શરુ થતા દરીયામા કોલસાની ભુકીના પ્રદુષણથી માછલીઓ દરીયાના પાણીથી દુર થતા પાગડીયા માછીમારો બેરોજગાર બનતા દરીયાકાંઠામા પાણીમા નવલખીપોર્ટનો વેસ્ટ કોલસાની ભુકી દરીયાના પાણીમાથી કાઢી માછીમાર પરીવારો રેતી કોલસો અલગ કરી કોલસાની ભુકીનુ વેચાણ કરી ગરીબ પરીવારો ધરનુ ગુજરાન ચલાવી રહયા છે

ત્યારે આ ગરીબ માછીમારોને પોલીસ પકડી તેના પર ચોરીના ખોટા આક્ષેપો મુકી બોટ કબજે કરી ખોટીરીતે કનડગત કરી હેરાન પરેશાન કરતા હોવાથી ગરીબ માછીમાર પરીવારો બેરોજગાર બનતા રોજગારીના ગંભીર પ્રશ્રને લઈને ગરીબ માછીમારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી લૈખિત રજૂઆત કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here