
માળીયા મિંયાણાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વ: શ્રીનાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/રાજકોટ તરફથી ઉમદા કાર્ય અગિયાર ટીબી પેશન્ટ ને પોષણક્ષમ આહાર માટે અનાજ કીટ આપવામાં આવી
કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળ ના ટી.યું. માળીયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના ૧૧ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી
માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના ૧૧ પેશન્ટને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.