મોરબી જિલ્લા નોટરી એસોશિએસનના પ્રમુખપદે ભરતકુમાર કે ભટ્ટની સર્વાનુમતે બીનહરીફ વરણી કરાઈ

મોરબી જિલ્લા નોટરી એસોશિએસનના પ્રમુખપદે ભરતકુમાર કે ભટ્ટની સર્વાનુમતે બીનહરીફ વરણી કરાઈ

મોરબી જીલ્લા નોટરી એસોશિએસન મોરબીની વર્ષ ૨૦૨૪-૨૫ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે અને તેમાં પ્રમુખશ્રી તરીકે ભરતકુમાર .કે. ભટ્ટની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી હતી

મોરબીમાં આવેલ લાલબાગ ખાતે મારેબી જીલ્લાના નોટરી એસોશિએસનની મિટિંગ મળી હતી જેમાં ત્યારે અમુક સભ્યો હાજર રહ્યા હતા અને અમૂકે ટેલીફોનીક માધ્યમથી ઉપસ્થિતી નોંધાવેલી હતી અને ત્યાર બાદ સર્વાનુમતે મોરબી જીલ્લા નોટરી એસોશિએશનના પ્રમુખશ્રી ભરતકુમાર કે.ભટ્ટ (બી.કે.ભટ્ટ) નોટરી ઉપપ્રમુખપદે ખુશ્બુબેન કોઠારી એ.એસ. સરડવા સેક્રેટરી માટે આર.જી. ભાગીયા તથા સેક્રેટરીમાં મહાવીરસિંહ જાડેજા અને વિરેનભાઈ જે. મહેતા તેમજ મોરબી કારોબારી સભ્યોમાં નિર્મલસિંહ પી. જાડેજા, હિરેનભાઈ જે. નિમાવત, કીરીટભાઈ પટેલને સર્વાનુમતે વરણી કરવામા આવી હતી આ તકે ઉપસ્થિત સભ્યોમાં નોટરી એસો.ના પુર્વ પ્રમુખશ્રીકમલાબેન ડી. મુછડીયા સંજયસિંહ એ. ઝાલા, બી.ડી. ફુલતરીયા, પૂર્વ ઉપપ્રમુખશ્રી એલ. પી. ચાવડા, વેજયંતીબેન વાઘેલાએ નવા હોદેદારોને શુભકામના પાઠવી હતી. મોરબી જીલ્લાના નોટરીઓ તથા મોરબી બાર એસો.ના પમુખશ્રી દિલિપભાઈ આર. અગેચણીયા સહિતના સિનિયર જુનીયર ધારાશાસ્ત્રીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here