
રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી રાજય–કેન્દ્ર સરકાર અંધશ્રદ્ધા નાબુદી માટે પ્રયત્નશીલ – સાંસદ રૂપાલા
વિજ્ઞાન યુગને પ્રાધાન્ય આપવું લોકોની નૈતિક ફરજ…. સાંસદ મોકરીયા રાજમાર્ગો ઉપર દેશપ્રેમ નારાથી લોકોનું ધ્યાન ખેંચ્યું.રાષ્ટ્રીય એકતા રેલી, વેશભૂષા, શૌર્યગીત, સ્પર્ધાના વિજેતાને ઈનામો. વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિ સમાજ ઉપયોગી… ભા.જ.૫. આગેવાનો. જીવનનગર સમિતિનું ૪૩ મા વર્ષનું રાષ્ટ્રીય પર્વ ઉજવણી સંપન્ન.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન- શાનથી ઉજવણી કરવામાં આવી હતી. રાજય-કેન્દ્ર સરકાર અંધશ્રદ્ધા નાબુદી માટે પ્રયત્નશીલ છે. વિજ્ઞાન યુગને પ્રાધાન્ય આપવું લોકોની નૈતિક ફરજ છે તે સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલાએ દિપ પ્રાગ્ટય કરી પર્વની ઉજવણી માટે વિજ્ઞાન જાથા, જીવનનગર સમિતિ, રહીશોને બધાઈ આપી હતી. તેમણે કેન્દ્ર સરકારની ૨૦૪૭ નો ટાર્ગેટ માટે લોકસહકારની વાત મુકી હતી. આઝાદ માટે પ્રાણની આહુતિ આપનારાને યાદ કરી જીવનમંત્ર સાર્થક કરવા અને સૈનિકોના કારણે લોકોનું રક્ષણ, તેના ફાયદાઓ વર્ણવ્યા હતા. સરકારના વિકાસશીલ કાર્યોની છણાવટ કરી હતી. દેશની પ્રગતિની રૂપરેખા આપી લોકોને જોડાવવા અપીલ કરી હતી. અંધશ્રદ્ધા નાબુદી માટે સરકાર પ્રયત્નશીલ છે. તેનાથી માનવજાત સુખી-સંપન્ન બનશે તેવી આશા વ્યકત કરી હતી.રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા. દેશપ્રેમ-દેશદાઝ માટેના કાર્યક્રમોમાં હાજરી આપવી ગૌરવ સમજું છું. દેશની એકતા માટે લોકસહકાર જરૂરી છે. વિજ્ઞાન યુગને માન આપવું લોકોનું કર્તવ્ય છે. વિજેતાઓને પ્રમાણપત્ર આપ્યા હતા.
વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઈ ગોલે ધ્વજ ફરકાવી પર્વની ઉજવણી માટે સતત કાર્યરત સમિતિને વિશેષ અભિનંદન આપી, રહીશો માટે સમિતિ અથાગ મહેનત કરે છે તે અમો નજરે જોઈએ છીએ. વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.એકતા રેલીમાં શહેર ભા.જ.૫. ના આગેવાનો, વોર્ડના હોદ્દેદારોમાં રજનીભાઈ ગોલ, મહામંત્રી રત્નદિપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, જયેશભાઈ ચોવટીયા, મનીષભાઈ ડેડકીયા, વ્યોમભાઈ વ્યાસ, દર્શિતભાઈ જોશી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, મહિલા મોરચાના સંગીતાબેન ચૌહાણ, શીતલબેન દવે હાજર રહી ભાગ લીધો હતો. ધ્વજવંદન સમારોહ, વિજેતાઓને ઈનામ આપ્યા હતા.સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયાએ અનિલ જ્ઞાન મંદિરના આચાર્યા છાયાબેન દવે, વિદ્યાર્થીઓનું સન્માન કરી વિશેષ શુભેચ્છા પાઠવી હતી.
જીવનનગર સમિતિના જયંત પંડયાએ વિજ્ઞાન જાથા દેશભરમાં લોકોને જોડવાનું કામ કરે છે. માનવધર્મ, રાષ્ટ્રધર્મને અનુસરી કાર્યો કરવામાં આવે છે. જીવનનગર સમિતિ એકધારા ૪૩ વર્ષથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે તેમાં રહીશોની એકતા કારણભૂત છે. મહાનગરપાલિકા આ વિસ્તારના પ્રશ્નો ત્વરિત ઉકેલ છે. ભા.જ.૫. ના આગેવાનોની સતત સક્રિયતાના કારણે લોકો વિકાસના તેમજ દેશપ્રેમના કાર્યક્રમોમાં સ્વયંભુ હાજરી આપે છે. એકતા રેલીએ માર્ગોમાં લોકોનુંધ્યાન ખેંચ્યું તેમાં છાત્ર-છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા. અનિલ જ્ઞાન મંદિરના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિ કાર્યક્રમ આપી લોકોના દિલ જીતી લીધા હતા. નવરાત્રિ મહોત્સવના પ્રવેશપત્રોની જાહેરાત કરવામાં આવી હતી.આચાર્યા છાયાબેન દવેએ પર્વની શુભેચ્છા પાઠવી જ્ઞાન મંદિરમાં ચાલતી પ્રવૃત્તિઓને ચિતાર આપ્યો હતો. સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.મહિલા મંડળના સુનિતાબેન વ્યાસે મહાદેવધામમાં માનવતાલક્ષી કાર્યો તેના પ્રોજેકટની વિગત આપી હતી. જ્ઞાનજીવન, અમી પાર્ક, દેશળદેવ પરા, જીવનનગરના રહીશોની સરાહના કરી હતી.
૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અથાગ જહેમત અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, સંજય ધકાણ, રોમિત રાજદેવ, અનંતભાઈ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, શૈલેષભાઈ પુજારા, મહેશભાઈ ભાણવડીયા, ઘનશ્યામભાઈ વ્યાસ, રાજુભાઈ ચતવાણી, પરમારભાઈ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, નેહાબેન મહેતા, ગીતાબેન, પારૂલબેન, ભક્તિબેન, મંજુલાબેન, જયશ્રીબેન, દક્ષાબેન પાઠક, શાળાના શિક્ષકો-શિક્ષિકાઓ વિગેરે સદસ્યોએ શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહા મહેતા, શાળાના નિરાલીબેને ડોલેએ કર્યું હતું.