પાંચ સેકેંડમાં જમીનદોસ્ત થયો સુરતનો કુલિંગ ટાવર કંટ્રોલ બ્લાસ્ટ કરી ડિમોલેશન કરાયુ
કામધંધો છોડી લોકોએ માણ્યા લાઈવ દ્રશ્યો સુરત ઉત્રાણ વિસ્તારની ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના ટાવરને આજે ૨૧મી તારીખના રોજ ડિમોલિશન કરવામાં આવ્યું છે. ટાવરને ધ્વસ્ત કરવા માટે ૨૦૦ કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ ૧૯૯૩માં બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના ૩૦ વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવર ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ણયનાં આધારે આજે સવારે ૧૧:૦૦ વાગ્યે ૮૫ મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. માત્ર ૭ સેકન્ડમાં આ કુલિંગ હાઉસ નેસ નાબૂદ થઈ ગયો છે. આજે કુલિંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો