
મોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમા હિન્દુ મુસ્લીમ એકતા સાથે હઝરત ગૌસપાકની શાનમા વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરાયુ જુઓ વીડીયો
વાયેઝશરીફ કાર્યક્રમમા રવીપાર્ક સોસાયટીના હિન્દુ અગ્રણીઓનુ ફુલહારથી સન્માન કરી એકતાનો સંદેશ પાઠવ્યો હતો
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા આશીકે રસુલ વાયેઝ ન્યાઝ કમીટી દ્રારા હઝરત ગૌસે આઝમ દસ્તગીર પીરાનેપીરની શાનમા અગિયાર દિવસ સુધી વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે ત્યારે આ વાયેઝશરીફની મહેફિલમા ખલીફા એ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ મૌલાના અયુબબાપુની જોશીલી જુબાનથી હઝરત ગૌસપાકની શાનમા વાયેઝશરીફ બયાન કરી પીરાને પીર દસ્તગીરની જીવનશૈલી પર તેની સચ્ચાઈ ઈમાનદારીના રસ્તા પર ચાલવાની મુસ્લીમ બીરાદરોને વાયેઝશરીફ બયાન કરી સમજાવવાનો પ્રયાસ સૈયદ મૌલાના અયુબબાપુ દ્રારા કરવામા આવેછેમોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમા હિન્દુ મુસ્લીમ એકતા સાથે હઝરત ગૌસપાકની શાનમા વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરાયુ
આ વાયેઝશરીફના કાર્યક્રમમા અવનવી વાનગીઓના ન્યાઝશરીફ રાખવામા આવ્યા હતા જેમા શ્રીજીપાર્ક રવીપાર્ક અને ન્યુજનકનગર સોસાયટીના આશરે ૬૦૦ થી વધારે ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામા હાજરી આપી હતી અને છેલ્લા દિવસે સાદાત અને હિન્દુ અગ્રણીઓ ગંગારામભાઈ પ્રજાપતિ અને મહાદેવભાઈ પટેલનુ ફુલહારથી સન્માન કરવામા આવ્યુ હતુ તેમજ મદ્રેશામા દિને ઈસ્લામની તાલીમ લેતા બાળકોને પ્રત્સાહિત ઈનામ આપી સન્માન કરવામા આવ્યુ હતુ આ સમગ્ર વાયેઝશરીફના કાર્યક્રમમા આશીકે રસુલ વાયેઝશરીફ ન્યાઝશરીફ કમીટીના ભાઈઓ અને બહેનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી