
માળીયામિંયાણાના વેજલપર ગામે કડકડતી ઠંડીમાં ઠુઠવાયા ગલુડિયા તાપણું કરીને તાપતા હોય તેવું દ્રશ્ય કેમેરામાં કંડરાયુ
હાડ થિજાવતી કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત ગલુડીયા તાપના સહારે હુંફ લેતા નજરે પડ્યા
મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ હાડ થિજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે સુસવાટા મારતા પવનોથી સમગ્ર જિલ્લામાં ઠંડીનુ મોજું ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે વેજલપર ગામે કડકડતી ઠંડીમાં ઠુઠવાયેલા ગલુડિયાઓ તાપણાના સહારે હુંફ મેળવીને ઠંડીથી બચવા રક્ષણ લઈ રહ્યા હોય તેવું દ્રશ્ય કેમેરામાં કંડરાયુ છે કડકડતી ઠંડીમાં લોકો જ નહીં પશુ પક્ષીઓ પણ ઠુઠવાઈ ગયા હોય તેમ ગલુડિયા એકબીજાને હૂંફ આપતા જોવા મળ્યા છે