
મોરબી ન્યુજનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા છ દિવસ સુધી વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ
ખ્વાઝા ગરીબ નવાઝની છઠીશરીફની શાનમા મૌલાના ગુલામ યાસીનબાપુએ છ દિવસ વાયેઝશરીફ બયાન કર્યુ હતુ
મોરબી પંચાસર રોડ પર ન્યુજનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમા ગૃપના યુવાનો દ્રારા હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છઠીશરીફ નિમિતે છ દિવસ વાયેઝશરીફ અને ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મકરાણીવાસની મદીના મસ્જીદના પેશઈમામ મૌલાના ગુલામ યાસીનબાપુએ પોતાની જોશીલી જુબાનથી છ દિવસ સુધી ખ્વાઝા ગરીબ નવાઝની શાનમા વાયેઝશરીફ બયાન કર્યુ હતુ તેમજ આ વાયેઝશરીફના કાર્યક્રમમા સતત છ દિવસ સુધી ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આ ભવ્ય કાર્યક્રમમા પીરે તરીકત સૈયદ ઉમરમીંયાબાપુ બુખારી તેમજ ન્યુજનકનગર મસ્જીદે હલીમાના પેશ ઈમામ મૌલાના કારી મહેબુબ આલમ અકબરીએ હાજરી આપી હતી આ પ્રસંગે ન્યુજનકનગર સોસાયટી તેમજ આજુબાજુ વિસ્તારમાથી બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મસ્જીદે હલીમા ગૃપના યુવાનો ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી