મોરબીની કેરાળા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો : NMMS માં ઉત્કૃષ્ટ દેખાવ

મોરબીની કેરાળા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો : NMMS માં ઉત્કૃષ્ટ દેખાવ

શ્રી કેરાળા પ્રા. શાળામાં NMMS પરીક્ષામાં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી ને ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓ

1.પ્રિન્સ અરવિંદભાઈ ચારોલા
2.શીતલ માવજીભાઈ સોલંકી
3.દિપકગર ભૂપતગર ગોસાઈ એ શ્રી કેરાળા પ્રા. શાળા તેમજ કેરાળા ગામ નું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર તેમજ સૌ સગા વ્હાલા શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે. જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર વર્ગશિક્ષક અંકિતભાઈ જોષી, વિષ્ણુભાઈ પટેલ તેમજ ભરતભાઈ બોપલિયા એ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભાશિષ આપ્યા છે. પ્રિન્સિપાલ કિશોરભાઈ ફેફર અને સિનિયર શિક્ષક મધુબેન સરડવાએ પણ બાળકો ને અભિનંદન આપ્યા છે. અરવિંદભાઈ ચારોલા અને નયનાબેન ચારોલાએ બાળકોની આ સફળતાથી પ્રેરિત થઈ આખી શાળાના બાળકોને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. બધા બાળકો સતત પ્રગતિ કરતા રહો તેમજ ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરતા રહો એવી સૌ કોઈની અભ્યર્થના

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here