મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવ નિમિતે વિશાળ શોભાયાત્ર કાઢી વાજતે ગાજતે ભવ્ય ઉજવણી કરાઈ હતી
મોરબી સિંધી સમાજના તમામ વેપારીઓએ વેપારધંધા બંધ કરી ઝુલેલાલ જન્મ જયંતી નિમિતે શોભાયાત્રામા જોડાઈને ખુશી મનાવી હતી
મોરબીમાં દર વર્ષે ઝુલેલાલ જન્મજયંતિ નિમિતે ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્ર કાઢી વાજતે ગાજતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ખુશીની ઉજવણીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પરિવાર સાથે જોડાયા હતા અને ખાસ કરીને સિંધી વેપારીઓ દ્વારા પોતાની દુકાનોને બંધ રાખીને મોરબીના મુખ્યમાર્ગો ઠેર ઠેર ઠંડાપીણા નાસ્તાના પ્રસાદનુ વિતરણ કરી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી
મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સિંધી સમાજ સિંધુ ભવન ખાતે ઝુલેલાલ મંદિરે દર્શન કરી ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી અને સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સિંધિ સમાજના નાતના પ્રમુખો સુનિલભાઈ રામાણી- અશોકભાઈ દામાણી- રાજુભાઈ રામાણી-નવીનભિઈ માખીજ તેમજ દિપકભાઈ મંગે સહિથ વેપારીઓ સહિતના લોકો તેના પરિવા જોડાયા હતા આ ભવ્ય શોભાયાત્રા મોરબીના સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતેથી નીકળી નહેરૂગેટ ગાંધીચોકમા વાજતે ગાજતે ફરી હતી જ્મા અમુલડેરી ફાર્મના જયભાઈએ શોભાયાત્રામા જોડાયેલ તમામને લચ્છી ઠંડાપીણા તેમજ ભારત પાનના રામભાઈએ નાસ્તાના પ્રસાદનુ વિતરણ કર્યુ હતુ