માળીયામિંયાણાના વેજલપર ગામે ૭૬માં પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ- ગોપાલ ઠાકોર માળીયા મિંયાણા

માળીયામિંયાણાના વેજલપર ગામે ૭૬માં પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વેજલપર તાલુકા શાળા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિધાર્થીઓ દેશભક્તિના ગીતો ઉપર મનમુકીને ઝુમ્યા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત

માળીયામિંયાણાના વેજલપર ગામે ૭૬માં પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા વેજલપર તાલુકા શાળાના ઉત્સાહીત શિક્ષકોની મહેનત રંગ લાવી હોય તેમ વિધાર્થીઓ દેશભક્તિના ગીતો ઉપર ઝુમી ઉઠ્યા હતા આવતીકાલે ૨૬મી જાન્યુઆરી ૭૬માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવશે જેની પુર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિધાર્થીઓ મનમુકીને દેશભક્તિના ગીતો ઉપર ઝુમીને પરફોર્મન્સ આપ્યા હતા જેનો સમગ્ર શ્રેય શાળાના ઉત્સાહીત શિક્ષકોને જાય છે કેમ કે ધો.૪થી ૭ના વિધાર્થીઓને દેશભક્તિના ગીતો ઉપર રિહર્સલ કરાવી સ્ટેજ ઉપર જે પરફોર્મન્સ આપ્યું તેનાથી ઉપસ્થિત ગ્રામજનોને મંત્રમુગ્ધ કરીને ખાસા પ્રભાવિત કર્યા હતા તેમજ વિધાથીઓ દેશભક્તિના રંગે રંગાયા હોય તેમ વોટર કલરથી ગાલ ઉપર તિરંગો બનાવીને દેશપ્રેમ દેખાડીને બાળકોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે શાળાના હોનહાર શિક્ષકોના કારણે સુંદર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો જેમાં વેજલપર ગામના સરપંચ હરેશ કૈલા સહીત ગામના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહીને પ્રવચનો કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઉત્સાહીત શિક્ષકો જેમાં શ્વેતાબેન પટેલ સ્મિતાબેન અઘારા ધર્મેન્દ્રભાઈ પારજીયા દિપકભાઈ દેલવાડીયા કેતનભાઈ પટેલ વીણાબેન પટેલ નિમેષભાઈ મોટકા સહીતના શિક્ષકો ખડેપગે રહીને સુંદર આયોજનને સફળ બનાવ્યો હતો અને શાળાના શિક્ષકોની મહેનતને ગ્રામજનોએ વધાવી વખાણ કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મહત્વની બાબત એ જોવા મળી હતી કે વિધાર્થીઓમાં દેશપ્રેમ દેશ પ્રત્યેની ભાવના ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા તે પ્રસંશનીય છે આ કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here