
મોરબી જિલ્લાના હળવદના ટીકર ગામે થયેલ મારામારીના બનાવમાં પોલીસે વ્હાલા દવલાની નીતિ અપનાવી વહીવટ કર્યો હોવાની ચર્ચા
ટીકર ગામે મારામારીમા ઘાયલો હોસ્પિટલના બિછાને પડ્યા છે તો સામે પક્ષના આરોપીઓને પોલીસ મથકેથી જામીન આપી છોડી મુક્યાની ચર્ચા લોહીયાળ જુથ અથડામણમાં કેવી કલમો લગાડી કે આરોપીઓને પોલીસ સ્ટેશનથી જ જામીન મળી ગયા ?જોરદાર ચર્ચા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં શેરીમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી થતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીમાં છરી ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી અકબર ભાઈ હાસનભાઈ ભટ્ટી ઉ.વ ૫૫ રહે ટીકર હળવદ જુસબભાઈ હાસનભાઈ ભટ્ટી ઉં.વ વર્ષ ૫૦ રહે.ટીકર હબીબભાઈ હાસમભાઈ ભટ્ટી રહે.ટીકર સાબિર અકબરભાઈ ભર્ટી રમજાન અકબરભાઈ ભર્ટી સહીત પાંચ લોકોને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જેમાં એક ઈજાગ્રસ્ત રમજાન અકબરભાઈ ભર્ટી ઉંમર વર્ષ ૧૯ વાળાને શરીરે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનામાં હળવદ પોલીસે કિન્નાખોરી દાખવી હોવાની લોકચર્ચાએ ભારે ચકચાર મચાવી છે જેથી હળવદ પોલીસ સામે સવાલો ઉઠતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં ઈજાગ્રસ્ત લોકોને છરી ધોકા જેવા ઘાતક હથિયારોથી ગંભીર ઇજાઓ પહોંચી હોય અને મોરબી રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં હળવદ પોલીસે આરોપીઓને છાવરીને સામાન્ય કલમો હેઠળ અટકાયત કરી પોલીસ મથકેથી જ જામીન મુક્ત કર્યા હોવાની લોકચર્ચા ઉઠતાં સમગ્ર હળવદ પંથકમાં ખળભળાટ મચી ગયો છે અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ પોલીસની કિન્નાખોરી ભર્યુ પગલું હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે ફરીયાદપક્ષના સભ્યો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બિછાને પડ્યા છે તો બીજી તરફ સામે પક્ષના આરોપીઓને પોલીસ મથકેથી જ જામીન આપીને છોડી મુક્યાની ચર્ચાએ જોર પકડતા મોરબી એસપી આ અંગે તપાસ કરે તો સત્ય બહાર આવે તેમ છે તેમજ આ ગંભીર ઘટનામાં ઘાતક હથિયારો સાથે મારામારી થઇ હોવા છતા જો જામીન પોલીસ સ્ટેશનથી જ મળી ગયા હોય તો પોલીસે કેવી કલમો લગાડી કે છોડી મુકાયા જેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે