મોરબી સબજેલમાં કેદ મુસ્લિમ કેદી ભાઈઓને જુનેદ અને જુબેરની જુગલબંધી રમજાન માસમાં શહેરી ઈફ્તારીની વ્યવસ્થા કરીને સેવા આપે છે

મોરબી સબજેલમાં કેદ મુસ્લિમ કેદી ભાઈઓને જુનેદ અને જુબેરની જુગલબંધી રમજાન માસમાં શહેરી ઈફ્તારીની વ્યવસ્થા કરીને સેવા આપે છે

મોરબી પંચાસર રોડ પર રહેતા જુનેદ ઘાંચી અને જુબેર ઘાંચીની સેવા સૌને આંખે વળગે તેવી રમજાનનો એક મહીનો સેવા આપશે

મોરબી પંચાસર રોડ પર રહેતા જુનેદ ધાંચી અને જુબેર ધાંચી બંને ભાઈઓની જુગલબંધી સાથે ૪૭ ગ્રુપની યુવા ટીમ દ્રારા સબજેલમાં બંધ કેદીઓને માહે રમજાનમા શેહરી- ઈફતારીની ભવ્ય વ્યવસ્થા સાથે દરરોજ આપે છે ઠંડાપીણા સહીત અવનવી વાનગીઓ કેદી ભાઈઓએ બંને માટે કરી દુવા સલામ જુનેદ ઉર્ફે લાલો ધાંચી અને જુબેર ઉર્ફે બબુડો ધાંચીની ૪૭ યુવા ટીમ દ્રારા રોઝેદાર કેદીઓને દરરોજ ઠંડાપીણા ફ્રુટ સહિતની અવનવી વાનગીઓનુ વિતરણ કરી સેવા કરવામાં આવે છે હાલ રમજાન માસ ચાલુ હોય મોરબીમાં રમજાનના પવિત્ર અને ઈબાદતના મહિનામાં અનેક દાતાઓ દ્રારા શેહરી ઈફતારીના અનેક શવાબના કાર્યક્રમો યોજાય છે અને માહે રમઝાનમાં આખો મહિનો મુસ્લીમ બિરાદરો દ્રારા રોઝા રાખી નમાઝ અદા કરીને ઈબાદત કરવામા આવે છે ત્યારે મોરબીના પંચાસર રોડ પર ૪૭ યુવા ટીમના જુનેદ ઉર્ફે લાલો મહેબુબભાઈ ધાંચી અને જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ ધાંચી દ્વારા અને તેમની ટીમ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી સબજેલમા બંધ મુસ્લિમ કેદી ભાઈઓ માટે માહે રમજાનના આખા મહિના દરમિયાન સવારે કેદીઓને રોઝા રાખવા (શહેરી) માટે અને સાંજે રોઝા ખોલવા માટે (ઈફતારી) માટે સરબત ખજૂર કોલ્ડ્રિકસ બરફ ફ્રુટ અને અવનવી વાનગીઓ પુરી પાડીને ભવ્ય વ્યવસ્થા સાથે સેવા કરવામાં આવે છે પરવરદિગાર આ ૪૭ યુવા ગ્રુપ અને ધાંચી પરીવારને રોઝગારી અને કમાણીમાં બરકત આપે એવી સૌ કોઈ જેલમાં કેદ મુસ્લિમ ભાઈઓ દ્વારા દુવા માંગી નમાઝ અદા કરી ઈબાદત કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here