
મોરબીના મિંતાણાના પ્રભુનગરમા માલધારીના એકીસાથે પાંચ દુધાળા પશુઓ વિજશોકથી મૃત્યુ થયેલ હોવાથી મુખ્યમંત્રીની રાહતફંડમાથી સહાય ચુકવવા માલધારીસમાજ અગ્રણી કરશનભાઈ ભરવાડની રજુઆત
મોરબીના યુવા એડવોકેટ & ભારતસરકાર નોટરી અને માલધારીસમાજના અગ્રણી કરશનભાઈ ભરવાડે મુખ્યમંત્રીને કરી લૈખિત રજુઆત
માનનીય ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય ચૂકવવા અંગે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાના પ્રભુનગર ગામે રહેતા માલધારી કરમણભાઈ ગાડુભાઇ મુંધવા ભરવાડ જેઓની દુધાળા પશુઓ ભેંસ પાંચ થી છ જે બે થી ચાર દિવસ પહેલા વહેતા પાણીના ખાડામાં ચાલુ વીજ પ્રવાહના કારણે વીજ શોક લાગતા માલધારીની ભેંસો એટલે કે દુધાળા પશુ વીજ શોક લાગવાના કારણે મૃત્યુ પામેલા જેથી આ ગરીબ માલધારી ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ કાળો કલ્પ થઈ ગયો છે જેથી આવા દુખદ સમયે ગરીબ માલધારીને મુખ્યમંત્રીશ્રીની રાહત ફંડ માંથી આ ગરીબ કુટુંબને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક સહાય ચૂકવવા ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી તેમજ મુખ્યમંત્રી સાહેબ શ્રી ને સહાય ચૂકવવા માલધારી સમાજના અગ્રણી કરશનભાઈ ભરવાડે રજૂઆત કરેલ છે આમ આ ગરીબ માલધારીને તેમના દુધાળા પાંચ થી છ પશુ વીજશોક લાગવાના કારણે મૃત્યુ પામેલ હોય જેથી આ પશુના મૃત્યુના કારણે પશુ વ્યવસાયના કારણે આ ગરીબ માલધારીને આર્થિક મંદીનો ભોગ બનેલ હોય જેથી આ ગરીબ માલધારીને આર્થિક સહાય જો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની રાહતફંડ માંથી સહાય ચૂકવવામાં આવે જેથી આ ગરીબ કુટુંબને તેમની આજીવિકામાં ખોટ વળતાય નહીં અને તેને સહાયથી ટેકો મળી રહે તેવા હેતુથી સરકારશ્રીને માલધારી સમાજના આગેવાન કરશનભાઈ ભરવાડની આ રજૂઆતને ધ્યાનમાં લઇ ગરીબ માલધારી કુટુંબને આર્થિક સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચૂકવવા મોરબીના યુવા ધારાશાસ્ત્રી &નોટરી ભારતસરકાર અને માલધારી સમાજના આગેવાને મોબાઈલ નંબર- ૯૮૨૫૭૩૪૨૦૦ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી