
મોરબી લાલપર ગામ પાસે રાત્રીના સમયે છરીની અણીએ લૂંટ ચલાવવાના ગુનામાં ત્રણ આરોપીઓના શરતી જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ
મોરબીના લાલપર ગામ પાસે મોરબી – વાંકાનેર હાઈવે પાસ ટ્રાન્સપોર્ટની ઓફિસના પાર્કિંગમાં ઘણા ટ્રકો પડેલ હોય ત્યારે રાત્રીના સમયમાં સ્કોર્પિયો ગાડી લઈને આવેલ વ્યક્તિઓએ તમામ ટ્રકના ડ્રાઇવરોને ધાક ધમકી આપી તેમજ છરી બતાવીને ડરાવી તમામ ટ્રકના ટેન્ક તોળીને પાઇપ વડે તમામ ટ્રકના ટેન્કમાંથી ડીઝલ કાઢી કેર્બાઓમાં ભરી સ્કોર્પિયો ગાડી લઈને ફરાર થયેલ હોય જેમાં કુલ 750 લિટર જેટલું ડીઝલ જે કિંમત રૂ. 67500/- જેટલાનું હોઈ જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જે સબબ પોલીસએ બી.એન.એસ. કલમ 309(૪), 317(૨),54 તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ની ફરિયાદ નોંધેલ હતી,
જે મુજબના ત્રણ આરોપીઓની પોલીસ એ ધરપકડ કરી કોર્ટ માં રજૂ કરેલ હોય જે ત્રણેય આરોપી ( 1)હનીફ ઓસમાણભાઈ સમા( 2) અબુબકર રમજાનભાઈ સમા ( ૩) મજીદ તૈયબભાઈ સમા રહે દેનારા ખાવડા વાળા એ પોતાના વકીલ મારફતે મોરબીના મહેરબાન પ્રિન્સીપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીના કામે એડવોકેટ સિરાજ આઈ. અબ્રાણીએ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ધારદાર દલીલ રજૂ કરેલ હતી, જેને ધ્યાને લઈ ત્રણેય આરોપી અરજદાર ને મોરબીના મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ એ દરેકના રૂ. 25000 – 25000ના એવા બે જામીન આપવાની શરતે અને તેટલીજ રકમના જાત મૂચરકા મુજબના શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો આ કામે અરજદાર તરફે યુવા એડવોકેટ સિરાજ આઈ. અબ્રાણી રોકાયેલ હતા.