મોરબીના સિનિયર એડવોકેટ પી.ડી.માનસેતાની નોટરી (ભારત સરકાર) મા નિમણુક થતા ચોમેરથી શુભેચ્છા અભિનંદનની વર્ષા
મોરબી જિલ્લાના સિનિયર એડવોકેટ અને લોહાણા સમાજના રઘુવંશી એજ્યુકેશન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખશ્રી પ્રાણલાલ ધનજીભાઈ માનસેતા (પી. ડી.) માનસેતા એડવોકેટે ગુજરાત હાઇકોર્ટની કેન્દ્ર સરકાર, દિલ્હી દ્વારા “નોટરી” તરીકે તારીખ ૨૪/૦૩/૨૦૨૫ ના રોજથી નિમણુંક કરવામાં આવેલ છે, મોરબી તેમજ ગુજરાતમા જિલ્લા તથા તાલુકાઓની અદાલતોમા તેમજ ગુજરાત હાઇકોર્ટમા તેમજ સુપ્રીમ કોર્ટ દિલ્હી સુધી વકીલાતની પ્રેકટીસ કામગીરી બજાવે છે અને વકીલાતના ક્ષેત્રમા સિવિલ, ક્રિમીનલ, અકસ્માત વળતર, રેવન્યુ તેમજ અનેક પ્રકાર કેસો મા સફળતાના શિખરો સર કરેલા છે અને સને ૧૯૯૭ મા એક વર્ષની વકીલાતની પ્રેકટીસ પૂર્ણ કરીને સને ૧૯૯૮ થી વકીલાત ચાલુ કરેલ અને પચ્ચીસ ઉપરની વકિલાતની પ્રેકટીસ કરી વકીલાતના ક્ષેત્રમા પોતાની આગવી સુજબૂઝ અને આગવી દ્રષ્ટિને કારણે ખુબજ મોટુ નામ મેળવનાર લોહાણા- રઘુવંશી સમાજ એક તારલા છે, અને પી. ડી. માનસેતા એડવોકેટ ગુજરાત હાઇકોર્ટની વિધિવત રીતે ભારત સરકારે નોટરી તરીકે નિમણુંક કરતા તેમના વિશાળ ચાહક વર્ગ મિત્ર વર્ગ, સગા, સબંધીઓ, શુભેચ્છકો તેમજ અસીલોમા ખુબજ હર્ષની લાગણી જોવા મળી હતી અને તેઓ મોરબી શહેરમા સૂર્યોદય કોમ્પ્લેક્સમા ઓફિસ નંબર -૩૭ ફર્સ્ટ ફ્લોર એસ. બી. આઈ. બેન્ક સામે ગાંધી બાગ, પરા બઝાર મોરબીમા પોતાની ઓફિસ ધરાવે છે અને સામે કાંઠે મોરબી ન્યાય મંદિર /કોર્ટ લાલબાગ સેવાસદન પાછળ રિલીફ નગર બ્લોક નંબર -૫૧ મોરબી- ૨ મા રહે છે મોરબી શહેરમા સારા એવા સમાજ સેવક પણ છે સારી લોક ચાહના તેમજ નામના ધરાવે છે અગ્રણી વકીલ હોય તેમની યસ કલંગીમા એક વધારાનું નોટરી તરીકે કેન્દ્ર સરકારે નિમણુંક કરીને પીછું ઉમેરેલ છે તેથી તમામે ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા