મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા રફીકભાઈ સલીમભાઈ કૈડાની સહેજાદી નાઝબાનુએ આઠ વર્ષની નાની ઉમરે મહિનાના રોઝા પુરા કરી પરવરદિગારની ઈબાદત કરી
તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે
ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા રફીકભાઈ સલીમભાઈ કૈડા સંધીની ચાગલી સહેજાદી નાઝબાનુએ આઠ વર્ષની નાની ઉમરે ખુદાની બંદગી કરી હતી નાની ઉમરે ધોમધખતા તાપની ગરમીમા રમઝાન માસમા આખા મહિનાના રોઝા રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા કૈડા સંધી પરીવારે નાઝબાનુને ફુલહાર પહેરાવી સન્માન સાથે દુવાઓ માંગી રોઝુ ખોલાવ્યુ હતુ અલ્લાહ તઆલા કૈડા સંધી પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી