મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીના પુત્ર અરમાન અજમેરીના જન્મદિવસે અભિનંદન શુભેચ્છા વર્ષા
મોરબી જિલ્લામાં બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ અને મોરબીમાં નિડર નિષ્પક્ષ રહી પત્રકારત્વમા માં સતત પ્રયત્નશીલ રહી પ્રજાના પ્રશ્નોને વાચા આપી પત્રકારત્વ ધર્મને ઈમાનદારી પૂર્વક નિભાવનાર બાહોશ યુવા પત્રકાર રફીક અજમેરી નાં પુત્ર અરમાન અજમેરી નો આજે ૧૬ મોં જન્મદિવસ છે અરમાન અજમેરીએ તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા આપી પોતાના શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ત્યારે અરમાન આજે ૧૫ વર્ષ પુર્ણ કરી ૧૬ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે જેમને વહેલી સવારે અલ્લાહ તાલ્લાહની બંદગી કરી માતા પિતાનાં આશિર્વાદ મેળવી બપોરે પોતાના મિત્રો સાથે જન્મદિવસ ની ઉજવણી કરી હતી તેમજ પોતાના જન્મદિવસે પિતા રફીક અજમેરી તથા માતા સમીનાબેન કાકા કાકી દાદા દાદી સહિત કુટુંબીજનોએ અરમાન ને આશિષ આપી લાંબા આયુષ્ય માટે બરકતો પાઠવી હતી તેમજ અરમાને પણ વડીલો સહિતના આશીર્વાદ મેળવી જન્મદિવસ ને રંગીન બનાવ્યો હતો તેમજ સગાવ્હાલાઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુઓએ પુત્ર અરમાનના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી અભિનંદન પાઠવ્યા હતા તદુપરાંત રફીક અજમેરી નાં પત્રકાર મિત્રો સહિત મિત્રોને ફેસબુક વોટ્સએપ પર સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે