મોરબી તાલુકાના ઉંચી માંડલની સીમનોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને કર્ણાટક રાજયના બેંગલોરમંથી તાલુકા પોલીસે ઉપાડી લીધો

મોરબી તાલુકાના ઉંચી માંડલની સીમનોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને કર્ણાટક રાજયના બેંગલોરમંથી તાલુકા પોલીસે ઉપાડી લીધો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૫૦૭૭૬/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૩૭(૨),૮૭ મુજબ ગુન્હો તા-૦૩/૦૪/૨૦૨૫ ના સવારના આશરે સાડા નવેક વાગ્યાના સ્મથે મોરબી તાલુકા ઉંચી માંડલની સીમ નોકેન સીરામીકના કારખાનામાએ બનેલ છે.આ ગુન્હો તા. ૧૦/૦૪/૨૦૨૫ ના કલાક ૨૨/૪૫ વાગ્યે જાહેર થયેલ છે. આ કામના આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જઈ ગુન્હો કર્યા અંગેની હક્કીત જાહેર થતા ઉપરોકત ગુન્હો રજી થયેલ હતો બાદ સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તથા પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓએ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ નાઓએ અલગ-અલગ પોલીસ માણસોની ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસાર પોલીસ સબ ઇન્સપેકટર એસ. એચ.ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સટેબલ અરજણભાઈ ગેરીયા તથા પોલીસ કોન્સટેબલ હસમુખભાઇ વોરાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને કર્ણાટક રાજયના બેગ્લોર શહેર ખાતેથી શોધી કાઢી મજાકુર આરોપીને તા.૩૧/૦૫/૨૦૨૫ ના કલાક ૧૮/૪૫ વાગ્યે ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ ગુન્હામા પકડાયેલ આરોપી શીકુમાર ઉદ્દે શીપુ બીજય જેના ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે-ગામ-શાહપુર પોસ્ટ-ખુલુડા થાના-જલેશ્વર તા-નાપોર જી-બાલેશ્વર ઓડિસ્સા વાળાને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો

આ કામગીરી કરનાર પોલીસ પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એચ.ભટ્ટ તેમજ એ.એસ.આઇ.નાયણભાઇ છૈયા તથા પોલીસ હેડ કોન્સટેબલ અરજણભાઇ ગેરીયા તથા પોલીસ કોન્સટેબલ પ્રફુલભાઇ સોનાગ્રા તથા હસમુખભાઇ વોરા તથા મહેશભાઇ મંઢ સહિતના પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here