
માળીયામિંયાણા જામનગર રોડ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્યું ઈંગ્લિશ દારૂ સહીત ૧.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખળભળાટ મચાવી દીધો
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને ગાંધીનગરથી ગંધ આવી જતા લાખો રૂપિયાનો ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સને દબોચી અન્ય આરોપીને ફરાર જાહેર કર્યા
મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અગાઉ ઉપરા છાપરી રેઈડ પાડી ખળભળાટ મચાવી દીધો હતો ત્યારે ફરી માળીયા જામનગર હાઈવે પર માળીયા રેલ્વે ક્રોસીંગ ખાતે રેઇડ કરી ઈંગ્લિશ દારૂ સહિત એક કરોડ ૧૫ લાખનો મુદામાલ ઝડપી લઈને સ્ટેટ મોનિટરીંગ સેલે ખળભળાટ મચાવી દીધો છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ.વી.ગલચરની ટીમે ગત મોડીરાત્રે બાતમીના આધારે માળિયામિયાણામાં રેલવે ક્રોસિંગ પાસે જામનગર રોડ ઉપર વોચ ગોઠવી હતી જ્યાંથી હકીકત મુજબનો જીજે ૧૦ ટીટી ૯૧૮૫ નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાં ભૂંસાની આડમાં લઈ જવાતો રૂ.૯૨.૬૯ લાખની કિંમતનો ૭૨૧૩ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો જેમા દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ.૧.૧૫ કરોડના મુદામાલ સાથે એસએમસીએ ડ્રાઈવર ભાવેશ નાથા મોરી રહે.દરેડ જામનગર અને ક્લીનર લીલા ટપુ મોરી રહે.દરેડ જામનગરને પકડી લીધા હતા તેમજ આ રેડમાં અરજણ આલા કોડીયાતર રહે.રાણપર દેવભૂમિ દ્વારકા ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર રહે. ટીંબડી દેવભૂમિ દ્વારકા ટ્રક મલિક પંજાબના ૩ શખ્સ મળી કુલ ૬ શખ્સોની સંડોવણી ખુલી છે હાલ આ મામલે માળીયા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે