
મોરબી નગર દરવાજા ચોકમા ગુમ થયેલ બાળકને તેમના માતા-પિતાને પુનઃમીલન કરાવતી ટ્રાફિક પોલીસ…
મોરબી નગર દરવાજા ચોકમા બપોરના સમયે ખરીદી કરવા માટે આવેલ હિન્દીભાષી શ્રમિકના ત્રણ વર્ષના પુત્ર ખરીદી વખતે ક્યાંક આડા અવળો નીકળી જતા નગર દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે આવતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ પીએસાઈ ટ્રાફિકશાખા માર્ગદર્શનમાં કામ કરતા ટ્રાફિક બ્રિગેડના ફારૂકભાઈ સુમરાને વાત કરતા તેઓએ અલગ અલગ જગ્યાએ તપાસ કરતા આ બાળક મળી આવતા પુનઃ તેમના માતા-પિતાને અમારી હાજરીમાં સોપતા તેની માતૃશ્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયેલ હતા..