
મોરબીમા મહોરમના માતમના તહેવારમા હુશેની રંગ છવાયો ઠેર ઠેર શબ્બીલોમા અવનવી વાનગીઓનુ ન્યાઝ કોલ્ડ્રિકસ વિતરણ તેમજ ઈમામહુશેનની શાનમા વાયેઝશરીફનુ ભવ્ય આયોજન કરાયુ
આકા ઈમામ હશન હુશેનની શાનમા વાયેઝશરીફ ન્યાજશરીફ અને ઠંડાપીણાનુ ઠેર ઠેર શબ્બીલોમા વિતરણ તેમજ વાયેજશરીફ ન્યાજશરીફના ભવ્ય કાર્યક્રમો યોજાયા
મોરબીમા મહોરમના માતમના તહેવારમા મુસ્લીમ બિરાદરો દ્રારા ઠેર ઠેર શબ્બીલોમા હિન્દુ મુસ્લીમ એકતા સાથે અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ તેમજ ઠંડાપીણા લચ્છી દુધ કોલ્ડ્રીકસનુ આકા ઈમામ હશન હુશેનની યાદમા વિતરણ કરવામા આવી રહયુ છે તેમજ મુસ્લીમ વિસ્તારમા આકા ઈમામ હશન હુશેનની શાનમા વાયેજશરીફ બયાન કરવામા આવી રહયુ છે
મહોરમમા મુસ્લીમ બીરાદરો માતમ મનાવી રહયાનુ કારણ હઝરત આકા ઈમામ હશન હુશેનના પરીવારના ૭૨ લોકોએ સચ્ચાઈ અને ઈસ્લામને બચાવવા શહીદી વ્હોરી લીધી હતી કરબલાના મેદાનમા આકા ઈમામ હશન હુશેનના ૭૨ શહીદ પરીવારના સાથીઓએ હજારોની સંખ્યાના સૈન્ય સામે લડાઈ કરી હજારોને મોતને ધાટ ઉતારી દીધા હતા અને સચ્ચાઈ અને ઈસ્લામને બચાવવા માટે નાના બાળકો સહિત હઝરત ઈમામ હશન હુશેને શહીદી વ્હોરી લીધી હતી
મહોરમમા મુસ્લીમ બિરાદરો પહેલા ચાંદથી દશ ચાંદ સુધી ઠેર ઠેર આકા ઈમામ હશન હુશેનની શાનમા વાયેશશરીફ ન્યાઝશરીફ અને શબ્બીલોમા સરબત દુધ કોલ્ડ્રીકસ લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરી રોઝા રાખી મોહરમના દુખદ તહેવારમા માતમ મનાવે છે